સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે આ અંગ દઝાડતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય, સેવાભાવી અને ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં પ્રતિકભાઈ નાકરાણી દ્વારા આજે શનિવારના રોજ શહેરની મધ્યમાં રજકાપીઠ શાકમાર્કેટ સામે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી મીઠી મધુરી અમૃત સમાન ઠંડી મનને શિતળતા આપે એવી તાજી છાશનું વિતરણ કરવામાં આવેલ
પ્રતિકભાઈ નાકરાણી આમ તો ધાર્મિક પ્રકૃતિ ધરાવતા પ્રમાણિક અને નિષ્ઠાવાન છે અને હનુમાનજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. એટલે દર શનિવારે તેઓ દ્વારા ૧૨૦૦ લીટર જેટલી છાશ બનાવી અહીંથી પસાર થતા રાહદારીઓ વટેમાર્ગુઓ ખૂબ પ્રેમપૂર્વક અને આગ્રહપૂર્વક વિતરણ કરતાં જોવા મળે છે. જેનો અહીંથી પસાર થતા અસંખ્ય રાહદારીઓ લાભ લઈ રહ્યા છે. અહીં પ્રતિકભાઈની સેવા ભાવનાને ધ્યાનમાં રાખીને સિગ્મા સ્કૂલ વાળા સુતરીયાભાઈ અને નાના ભમોદ્રાવાળા જેન્તીભાઈ પટેલ તેમને આ શુભ સેવા છાશ વિતરણ કાર્યમાં મદદ કરી રહ્યાં છે.


