Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સાવરકુંફ્સા નગરપાલીકા વિસ્તારમાં વિવિધ જગ્યા પર ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ આગામી સમયમા દુર કરવાનુ હોય તે સબબ શાંતિ સમિતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આજરોજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા વિભાગ, એચ.બી.વોરા સાહેબનાઓની અધ્યક્ષતામાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં વિવિધ જગ્યા પર ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ હટાવવા અનુસંધાને શાંતી સમિતીની મિટીંગનુ આયોજન સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ દ્વારા કરવામાં આવેલ
તા.૨૦/૨૦૨૩ ના ક.૧૬/૩૦ થી ક.૧૭/૩૦ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં વિવિધ જગ્યા પર ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ હટાવવાના અનુસંધાને શાંતી સમિતીની મિટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા વિભાગ, એચ.બી.વોરા સાહેબ તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પી.એસ.આઇ. આર.એલ.રાઠોડ સાહેબ, પી.એસ.આઇ. કે.બી.ગઢવી સાહેબનાઓની આગેવાની નીચે સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમા વિવિધ જગ્યા પર ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ હટાવવા અનુસંધાને શાંતી સમિતીની મિટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ચીફ ઓફીસર શ્રી સાવરકુંડલા નગરપાલીકા તેમજ સાવરકુંડલા નગરપાલીકા પ્રમુખ તથા વેપારી એસોશીએસન પ્રમુખ તથા ચેમ્બર ઓફ કોર્મસના સભ્ય તથા અલગ-અલગ જ્ઞાતિના હોદેદારો તથા વેપારી મિત્રો જેવા આગેવાનો તેમજ સવરકુંડલા શહેરના રહીશો હાજર રહેલ જેમાં માનનિય ડી.વાય.એસ.પી. શ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા આ સાવરકુંડલા નગરપાલીકા કોમર્શિયલ વિસ્તારમાં વિવિધ જગ્યા પર ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે ઉપસ્થીત લોકો એક બીજાના સાથ સહકાર અને સુલેહભર્યા તથા ભાઇચારાના વાતાવરણમાં આ નગરપાલીકાની દબાણ હટાવવાની કામગીરી પુરી થાય તેમજ આ કામગીરી દરમ્યાન ટ્રાફીક નિયમન અસરકારક જળવાય રહે તે માટે લોકોને ટ્રાફીક જાગ્રુતતા અંગે સમજણ કરેલ તેમજ સુલેહશાંતિ જળવાઇ રહે તે માટે પ્રસાશનના સહયોગમાં રહેવા અપીલ કરેલ અને ઉપરોક્ત બાબત અંગે મિટીંગમાં હાજર રહેલ લોકોમાંથી રજુઆતો સાંભળી યોગ્ય રજુઆતનો નિરાકરણ કરી આ શાંતિ સમીતી બેઠક પુર્ણ કરવામા આવેલ. ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન શાંતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે આગેવાનોને અપીલ કરવામાં આવેલ અને આગેવાનોએ પણ સાથ સહકાર આપવા અને શાંતિ જળવાઇ રહે તે માટે ખાત્રી આપેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230222-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *