Gujarat

સાવરકુંડલા તાલુકાના ભોંકરવા પ્રા. શાળાના ૭૨ વર્ષ પુર્ણ થતાં શાળામાં શાનદાર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ભોંકરવા પ્રા. શાળામાં ૭૨ વર્ષ પુર્ણ થતાં શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો તથા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત ભોંકરવા ગામના વતની અને હાલ મુંબઈ સ્થિત દાતાશ્રી પ્રવિણભાઈ હીરાચંદભાઈ બિલખીયાએ અત્રેની શાળાને મેઈન ગેઈટ બનાવી આપેલ હતો જેનું લોકાર્પણ ભોંકરવાના સરપંચશ્રી વાસુરભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાધકડા સી.આર.સી મયુરભાઈ દેસાઈ તથા ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સમગ્ર સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી એમ શાળાના આચાર્યશ્રી ભુપેન્દ્રભાઈ ગોધાની યાદીમાં જણાવ્યું છે.

IMG-20230325-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *