Gujarat

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામની સીમમાં જુગાર રમતા ચાર ઇસમોને કુલ કિં.રૂ.૩૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૦૮/૦૧/૨૦૨૨ નાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે સાવરકુંડલા તાલુકાના મોલડી ગામની સીમમાં આવેલ ઈંટીયા નેરા વિસ્તારમાંથી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
→ પકડાયેલ આરોપીઃ-
(૧) યુવરાજ ખોડુભાઇ ખુમાણ, ઉં.વ.૨૭, રહે.મોલડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
 (૨) દેવીટ નાગજીભાઇ બલોલીયા, ઉ.વ.૨૬, રહે.મોલડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
(૩) ભાવેશ બાબુભાઇ સુહાગીયા, ઉ.વ.૩૨, રહે.મોલડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
(૪) જાવેદ અલાઉદીનભાઇ શેખ, ઉ.વ.૨૭, રહે.સાવરકુંડલા, ગોંદરા પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
→ પકડાયેલ મુદ્દામાલ –
રોકડા રૂ.૧૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૫, કિ.રૂ.૨૧,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૩૨,૫૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230109-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *