સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગઈકાલે તારીખ ૮ મી ફેબ્રુઆરીના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી પે સેન્ટર શાળામાં કૂળદેવી (રૂડીમાતાજીની અંબેમાની) ધજા પ્રસંગે આંબરડી પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને વોટર બોટલ, લંચ કીટ, પેન, પેન્સિલ, રબ્બર, કટલેરી, ગળી બુંદી, સેવ અને ખીરની ભક્તિ કૂળદેવી રૂડીમાતા પરિવાર તરફથી શાળાના દરેક બાળકોને રાજી કરવામાં આવેલ. આમ શાળાના દરેક બાળકોને આ કીટ મળતાં બાળકો પણ રાજીના રેડ થયા આ બદલ સંદર્ભે વિદ્યાર્થીઓને આવી રીતે મદદરૂપ થવા બદલ આંબરડી પે સેન્ટર શાળા પરિવાર દ્વારા રૂડીમાતા પરિવારનો આભાર પણ માનવામાં આવેલ.. આવી રીતે ધાર્મિક કે સામાજિક પ્રસંગો નિમિત્તે જો સમાજના લોકો શૈક્ષણિક સંસ્થાઓના બાળકોને મદદ રૂપ થાય તો શાળા પરિવાર ઉપરાંત વાલીવર્ગમાં પણ ખુશી છવાઈ જાય એ વાત નિર્વિવાદ છે.


