Gujarat

સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નિર્મળનગર વિસ્તારમાં ખૂંટિયાનું  અંતે મૃત્યુ થયું.  નગરપાલિકા ટીમ દ્વારા ખૂંટિયાને પકડવાની સખત જહેમત નિષ્ફળ ગયા બાદ આજે વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડાએ નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીને આ ખૂંટિયો મૃત્યુ પામ્યાના સમાચાર આપતાં નગરપાલિકા ફાયર બ્રિગેડના ટીમે પણ રાહતનો શ્વાસ લીધો. . 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આખરે ખુંટીયાનો અંતકાળ આવ્યો
હડકવાના કારણે અંતે ચક્કર આવતાં પડીને મૃત્યુ પામતાં આ વિસ્તારના  લોકોને ડરમાંથી મુક્તિ મળેલ છે.
સાવરકુંડલા ખાતે વોર્ડ નંબર પાંચનાં નિર્મળનગર વિસ્તારમાં આવેલા ખૂંટિયાનું આખરે મોત થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે મૃત્યુ એ દરેક માટે દુખદ જ હોય છે. પરંતુ હિન્દી ભાષામાં એક કહેવત છે કે કુત્તા અગર પાગલ હો જાયે તો ઉસે માર દિયા જાતા હૈ. જો કે અમુક દર્દો પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્રાણઘાતક હોય છે એ વાત પણ સ્વીકારવી જ પડે છે.

IMG-20230221-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *