સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરને વહેલી તકે વિદ્યુત એન્જીન સંચાલિત ટ્રેનનો લાભ મળે એવી સાવરકુંડલા શહેરીજનોની માંગ છે. આમ તો હવે ભાવનગર રેલવે ડિવિઝન અંતર્ગત આવતી મહુવા રાજુલા રેલવે લાઈનનું પણ વિદ્યુતિકરણ થઈ ગયું હોય વહેલી તકે સાવરકુંડલા મહુવા અને રાજુલા વિસ્તારના લોકોને વિદ્યુત એન્જિન સંચાલિત ટ્રેનનો લાભ મળે તો આ વિસ્તારના મુસાફરોને એક વધુ સુવિધા ઉપલબ્ધ થાય અને ઈલેકટ્રીક ટ્રેન દ્વારા મુસાફરી કરવાનો આનંદ પણ માણી શકે. વળી વિદ્યુત સંચાલિત એન્જિન હોય તો પર્યાવરણને પણ ફાયદો થશે અને ઝડપ પણ વધશે. વળી ડિઝલની ખપત ઓછી થતાં વિદેશી હૂંડિયામણ પણ બચશે. એટલે યુધ્ધના ધોરણે સાવરકુંડલા વિસ્તારનાં લોકોને વિદ્યુત સંચાલિત ટ્રેનનો લાભ મળે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત મહુવા અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તો આ વિસ્તારના લોકો અમદાવાદ સુધી સરળતાથી ટ્રેનનો ઉપયોગ કરી શકે તેવું આમજનતા ઈચ્છે છે.
