સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા કોલેજની મુલાકાતે આજરોજ ૧૦૮ ની ટીમ આવી હતી. તેમાં ગૌતમભાઈ કુબાવત તથા દીપકભાઈ એ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સૌ પ્રથમ તો વિદ્યાર્થીની બહેનોને ૧૦૮ ની એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું તથા તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કેમ કરવું તે શીખવવામાં આવ્યું હતું કે જેથી તમો જ્યારે ઇમરજન્સી માટે ફોન કરો ત્યારે તેઓનું તરત જ લોકેશન 108 ને પ્રાપ્ત થઈ જાય જેથી તેઓ ઝડપથી તેમની પાસે મદદ માટે પહોંચી શકે. અમારી કોલેજની વિદ્યાર્થીની બહેનોએ 108 ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. તેમજ 108 દ્વારા બે પ્રકારની સેવા આપવામાં આવે છે. જેમાં ઈમરજન્સી સેવામાં કોઈ પણ વ્યક્તિ ની હેલ્થમાં કોઈ ક્રિટીકલ પ્રોબ્લેમ થાય અથવા તો એક્સીડન્ટ વખતે 108 માં ફોન કરવાથી તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી જાય છે. એમ્બ્યુલન્સમાં બધા જ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તથા દવાઓ હોવાથી પેશન્ટને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે છે. હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેઓને પ્રાથમિક સારવાર મળવાથી ઘણીવાર પેશન્ટનો જીવ બચી જાય છે ઉપરાંત એક્સિડન્ટ વખતે એ લોકો પાસે એવા ઘણા સાધનો હોય છે કે જેનાથી કોઈ વાહન ફસાઈ ગયું હોય તો તેને તેમાંથી કાપકૂપ કરીને પણ લોકોને કાઢીને રસ્તામાં પ્રાથમિક સારવાર આપતા આપતા હોસ્પિટલે પહોંચાડી શકાય છે. બીજી સેવાનું નામ છે ખિલખિલાટ જેમાં કોઈ ગર્ભવતી સ્ત્રીને દર મહિને હોસ્પિટલે તપાસ માટે જવાનું હોય ત્યારે પણ આ 108 એમ્બ્યુલન્સ તેને દર મહિને હોસ્પિટલે ચેકઅપ માટે લઈ જાય છે. આ પ્રકારની બધી જ સેવાઓ નિશુલ્ક હોય છે. ઘણીવાર લોકો 108 માં ફોન કરવાથી ડરતાં હોય છે તેઓને એવો ડર હોય છે કે 108 માં ફોન કરવાથી તેમને કોઈ સજા કે દંડ કરવામાં આવશે. પરંતુ 108 માં ફોન કરવાથી કોઈપણ પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં નથી આવતી. આ વિશે વિદ્યાર્થીની બહેનોને વિગતવાર સમજણ આપવામાં આવી. જેથી ભવિષ્યમાં તેઓને અથવા તો અન્ય લોકો માટે તેઓ 108 ની સેવાનો ઉપયોગ કરી શકે. મહેમાનોનું સ્વાગત તથા પરિચય ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે કરેલ. આભારદર્શન પ્રા. શ્રી છાયાબેન શાહે કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંકલન G 20 nodal officer ડૉ. જાગૃતિબેન રાઠોડે કરેલ હતું.


