સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૧૧-૧- ૨૦૨૩ ના રોજ સાવરકુંડલાની સરકારી શાળા પે.સેન્ટર શાળા નંબર એકમાં શાળા પંચાયત ચૂંટણીનું આયોજન થયું હતું જેમાં ધોરણ પ થી ૮ ના કુલ છ ઉમેદવારો એ દાવેદારી રજૂ કરી હતી. તેમાં ધોરણ પાંચ થી આઠ ના કુલ ૨૫૭ વિદ્યાર્થીઓ તેમજ ૭ શિક્ષકો મળીને કુલ ૨૬૪ મતદારો હતા. જેમાંથી ૧૮૭ મતદારો એ મત આપ્યા. તેની ટકાવારી ૭૦.૮૩થઈ હતી .ઉતરાયણનો માહોલ હોવાથી અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર હતા .એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આવતીકાલે તારીખ ૧૨-૧- ૨૦૨૩ ના રોજ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે .આ તકે શાળાના સ્ટુડન્ટ પોલીસના કેડેટના વિદ્યાર્થીઓ સરસ કામગીરી કરી હતી .તેમજ ચૂંટણી કર્મચારીઓ દ્વારા પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી થઈ હતી .આ તકે માર્ગદર્શક શિક્ષક કલ્પેશભાઈ વરિયા અને હિતેશભાઈ જોશી દ્વારા ચૂંટણી કાર્યક્રમનું મોનિટરિંગ કરાયું હતું.તેમજ શાળાના આચાર્ય મહેશભાઈ જાદવ દ્વારા ઉમેદવારો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.


