સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ શાળા નંબર ૫ સાવરકુંડલામાં લુઈસ બ્રેલની ૨૧૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી .તેમાં મુખ્ય મહેમાન શ્રી ધર્મેશભાઈ મહેશભાઈ સોલંકી અંધશિક્ષક શ્રી કે.કે.હાઈસ્કૂલ સાવરકુંડલા હાયર સેકન્ડરી વિભાગ પધાર્યા હતા. આ તકે એસએમસી સભ્ય વાલી તથા શાળા પરિવારની અને વિશિષ્ટ શિક્ષકશ્રીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવેલ.
શાળાના આચાર્યશ્રી અભિષેકભાઈ પંડ્યા, શ્રી ધર્મેશભાઈ સોલંકી તથા સ્પેશીયલ એજ્યુકેટર અજયભાઈ મહેતા દ્વારા લુઇસ બ્રેલ અને બ્રેઇલ લિપિનો પરિચય આપવામાં આવેલ. સોલંકી સર તથા અજયભાઈ દ્વારા બ્રેઇલ લિપીના પુસ્તક બાબતે ડેમોસ્ટ્રેશન આપવામાં આવેલ . આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ તથા તમામ બાળકોને બિસ્કીટના પેકેટ તથા ચોકલેટ આપવામાં આવેલ. જેમનો ખર્ચ શ્રી પ્રભાબેન રમણીકભાઈ મહેતા નિવૃત શિક્ષક ચાંદગઢ જીલ્લો જુનાગઢ દ્વારા આપેલ સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષક પરિવાર ઉપસ્થિત રહેલ આ તકે આભાર વિધિ શાળાના શિક્ષિકા બેન શ્રી ગીતાબેન ચાવડા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયેલ છે
