Gujarat

સાવરકુંડલા શહેરમાં પિતા પુત્રની જુગલબંધી ખરેખર રંગ લાવી. પિતાનું સ્વપ્ન, પિતાજીની લગની, પિતાજીનું જાગરણ અને પરફેક્ટ પ્લાનીંગ, ત્રણ વર્ષની અથાગ મહેનતનું પરિણામ એટલે પિતાનો પુત્ર ડોક્ટર થશે. આમ ગણો તો જયભાઈ વસાવડાનાં મોટિવેશનલ સ્પીચનાં શબ્દો સાર્થક પણ ચોક્કસ થાય છે એ વાત પણ સાચી સાબિત થઈ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બાલમંદિર એટલે શિશુંના સુવર્ણ સપના અને રમકડાથી રમવાનો કાળ પરિકથાઓમાં વિહરવાનો કાળ. આવા જ સમય કાળનો અયાઝ નામનો સાધારણ વિદ્યાર્થી કે. જી. થી સાવરકુંડલા શહેરની સનરાઈઝ (સૂર્યોદય) શાળામાં અભ્યાસાર્થે દાખલ થયેલ. આ વિદ્યાર્થીને ધોરણ નવ સુધી કોઈ મિત્રે એક શબ્દ બોલતાં પણ જોયેલ ન હતો. ધોરણ દસ એટલે જીવનની કારકિર્દીનું પ્રથમ પગથિયું ધોરણ દસમાં અભ્યાસ શરૂ થયો અને પ્રથમ ટેસ્ટના રિઝલ્ટમાં તમામ વિષયોમાં સિંગલ ડીઝિટ માર્કસ? એક પણ વિષયમા દસ એટલે કે ડબલ આંકડામાં ગુણ નહીં પ્રાપ્ત થયેલાં.!! અને આ પેપર તેનાં પપ્પા રીઝવાનભાઈનાં હાથમાં આવ્યા. અને તેની રાતની ઉંઘ હરામ થઇ ગઇ. એકનો એક પુત્ર અને તેનું ભવિષ્ય સાવ અંધકારમય જણાવા લાગ્યું. અને તત્ક્ષણ તેના પિતાજીએ મક્કમ નિર્ધાર કર્યો કે તે પોતાના પુત્રનું ભવિષ્ય અંધકારમય નહીં થવા દે. અગર ઇરાદા પક્કા હો ઔર મહેતન કરને કી પક્કી લગન હો તો દુનિયાકી કોઈ ભી તાકત આપકો રોક નહીં સકતી આ દ્રઢ પુરૂષાર્થનો પ્રથમ અફર નિયમ છે. અને તેજ દિવસથી પિતાજી પોતે પરીક્ષા આપવાના હોય તેમ  ખુદ પિતાજી એ તમામ વિષમોનું અધ્યયન ચાલું કર્યું અને જરૂર જણાય ત્યાં વિષય શિક્ષકોનું માર્ગદર્શન મેળવ્યું. પોતાના પુત્ર માટે આખી રાત જાગીને જાગીને પરફેક્ટ પ્લાનીંગ સાથે બોર્ડ એક્ઝામની પધ્ધતિસરની તૈયારી શરૂ કરી અને હવે અયાઝની પણ જ્ઞાનપિપાસા અતિ જાગૃત થઈ. અભ્યાસની ભૂખ કકડીને ઉઘડી અને જાણે બધા વર્ષોનું એક વર્ષમાં વસૂલ કરી લેવું હોય તેમ મા  સરસ્વતી જીભે બેઠા હોય તેમ ધાણીફૂટ શબ્દો નીકળવા માંડ્યાં. અને અભ્યાસમાં સાધારણ લાગતો આ વિદ્યાર્થી છૂપો રૂસ્તમ નીકળ્યો. એમાં પણ ધોરણ દસમાં ધમલ સરની મેથ્સ, સાયન્સ અને અંગ્રેજી પાછળ ટેકટિક્સથી સોનામાં સુગંધ ભળી અને સર્જાયો અનોખો ઈતિહાસ. અયાઝે ન્યુ. એસ. એસ. સી. અને એચ.એસ.સી. ની બોર્ડ એક્ઝામમાં ડંકો વગાડ્યો. તેના પિતાજી રિઝવાન આદમાણીનું જ્યારથી તેનો પુત્ર કે. જી માં અભ્યાસ કરતો ત્યારથી એક જ  રટણ  હતું કે તેમણે તેના પુત્રને ડોક્ટર બનાવવો. અને આ સુવર્ણ સપનું તેને રાતે નિરાંતે સુવા પણ ન દેતું.  આટલાં વર્ષોથી આખી સ્કૂલ સાક્ષી છે કે એયાઝ કરતા પણ વિશેષ કઠોર પરિશ્રમ તેના પિતાજી રિઝવાનભાઈએ કરી છે. છેલ્લે છેલ્લે તો અયાઝ મનથી થોડો હારી ગયો તો પણ બાપે હાર માની નહીં અને અંતે તેનું ફળ અલ્લાહ તઆલા એ આપ્યું પણ ખરૂં કુદરતની મહેર અને પિતા પુત્રનો કઠીન પરિશ્રમ એક સફળતાનાં મુકામે પહોંચી ગયો. અને અયાઝ અમદાવાદની મેડિકલ કોલેજમાં બીડીએસ ડેન્ટલ સર્જન તરીકે પ્રવેશ મેળવવામાં સફળ થયો. ત્યારે બધા એ બેટાને તો શાબાશી આપે છે પણ બાપ રીઝવાન આદમાણીને પણ દિલથી સલામ કરે છે. આ તબક્કે બાપ બેટા બંનેનું બહુમાન કરી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણ કહે છે કે એક બાપ તરીકેની બેટા પ્રત્યે તન મન ધન થી સમર્પિત ભાવનાને સફળતાના પરિણામ સુધી નજરે જોવાના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આવા ઉદાહરણો જવલ્લે જ જોવા મળે.

IMG-20230117-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *