Gujarat

સાવરકુંડલા સ્મશાન માટે સૂકા લાકડાની સેવા. નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમની ઉત્કૃષ્ટ કામગીરી. બપોરે કાળા તડકે પણ સામાજિક કાર્યો કરતાં જોવા મળ્યાં. નાથાભાઈ બ્રાહ્મણે સૂકાં લાકડાનું દાન કર્યું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૪-૬-૨૦૨૩ને રવીવારે‌ ઘોમધખતાં તડકામાં બપોરે અગીયાર વાગ્યેથી હાથસણી રોડે નાથાભાઇ બ્રાહ્મણની વાડીએથી નાથાભાઇનો ફોન નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને વોર્ડ નંબર ચારના જાગૃત સદસ્ય જીગ્નેશભાઈ ટાંકને કરેલ કે આજે રવિવાર છે તો તમો મારી વાડીએથી સુકાં લાકડાં સ્મશાન માંટે લઈ  જાવ. મારે આ સુકાં લાકડાંનુ દાન કરવું છે, ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી નગરપાલિકાના સદસ્યશ્રી જીગ્નેશભાઈ ટાંક,કમલેશભાઇ રાનેરા,મનસુખભાઈ લાડવા તરતજ ભાડાંનુ ટ્રેકટર બોલાવીને આ ધોમધખતાં તાપ વચ્ચે નાથાભાઇ બ્રાહ્મણની વાડીએ જઈને જેસીબી મશીન અને ડ્રાઈવર મનોજભાઈ પાંડેને સાથે રાખીને બપોરે અગીયાર વાગ્યે થી એક વાગ્યા સુધીમાં એંશી મણ જેટલું સુકું લાકડુ  કુંડલા સ્મશાનમાં પહોંચાડી દીધેલ છે અને નાથાભાઇ બ્રાહ્મણનો‌‍ નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને નગરપાલિકાના સદસ્યશ્રીઓએ આભાર વ્યક્ત કર્યો હતો

IMG-20230604-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *