Gujarat

સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી આપવા જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું

નવી દિલ્હી ખાતે 'અમૃત પેક્ષ- ૨૦૨૩' અંતર્ગત સમગ્ર દેશમાં 'સુકન્યા
સમૃદ્ધિ યોજના' ની સ્પેશિયલ ડ્રાઈવનું આગામી તા.૯થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં
આવ્યું છે. જે અંતગૅત, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની તમામ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ
યોજના હેઠળ બેન્ક ખાતા ખોલવામાં આવશે. જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા લોકોને જાગૃત કરવા
તેમજ આ યોજનાની માહિતી આપવા માટે 'સુકન્યા સમૃદ્ધિ યોજના જનજાગૃતિ રેલી' નું આયોજન
કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ લખોટા તળાવ પાસે આ રેલીનું
સમાપન થયું હતું.
જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષકશ્રી જી.પી. તલગાંવકર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાની
સામાજિક સંસ્થાઓ તેમજ નગરજનોને આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ
યોજના અંગે વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નં.૦૨૮૮-૨૬૭૬૫૯૨ પરથી મેળવી શકાશે, તેમ પોસ્ટ
ઓફિસ સુપ્રીટેન્ડેન્ટશ્રી, જામનગર મંડળ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *