Gujarat

સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા  આગામી રવિવારે ગરીબ દર્દીઓના લાભાર્થે વંથલીમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

અલગ અલગ ક્ષેત્રનાં નિષ્ણાંત તબીબો આપશે સેવા
વંથલી ખાતે આગામી તા.5-2-2023 ને રવિવાર નાં રોજ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ વંથલી દ્વારા ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ નાં સહયોગ થી વંથલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના સર્વ સમાજ ના ગરીબ દર્દીઓ નાં લાભાર્થે સર્વ રોગ નિદાન નું મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે,આ કેમ્પ માં જુનાગઢ નાં ખાનગી ડોકટરો દ્વારા ખાસ કરીને એન્ડોસ્કોપી નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, ઓર્થોપેડીક સર્જન,માનસિક રોગો ની સારવાર સહિત નાં નિષ્ણાંત ડોકટરો ની ટીમ ઉપસ્થિત રહી ગરીબ દર્દીઓ ની સેવા કરશે,મોંઘવારી નાં સમય માં સારવાર મેળવવા આ કેમ્પ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેમ જણાવી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ ના સંયોજક ઈરફાન શાહ એ આ મેગા કેમ્પ નો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *