Gujarat

સુરતના નર્સિંગ એસોસિએશને આરોગ્ય મંત્રીને પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવાની તૈયારી બતાવી

સુરત
સુરતની નવી નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે. નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ ૭૫ જેટલા નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ તૈયાર કરી નાખી છે. આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે. સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવા તૈયાર છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ (નર્સિંગ) તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોત અને સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગ એસોસિએશન દ્વારા મદદ માટે ત્યાં જવાની હિંમત બતાવી છે. આ માટે સુરતથી ૭૫ જેટલા સભ્યોની મેડિકલ રિલીફ્ટ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને તે તમામને તુર્કીમાં જવા અંગેની સંમતિ પણ દર્શાવી આપી છે. સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સુરતથી મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે તૈયાર હોવાની રજૂઆત કરી હતી. તેમણે ૭૫ જેટલા મેડિકલ રીલીફ ટીમના સભ્યોના નામ સાથે પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવા માટેની તૈયારી બતાવી આપી છે. ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સરકારને ગમે ત્યારે જરૂર પડે અને ર્નિણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે ત્યારે અમે તે અગાઉથી જ તૈયારી બતાવી દીધી છે. માત્ર સરકારના ઈશારાની જ રાહ છે. સરકાર જ્યારે મોકલશે ત્યારે અમારી ૭૫ લોકોની ટીમ જવા માટે એકદમ તૈયાર છે. સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ આરોગ્ય મંત્રીને પત્ર સાથે જણાવ્યું હતું કે સુરત નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા ભૂતકાળમાં પ્લેગની બીમારી, ભુકંપ લાતુર, ભુકંપ ભૂજ અને ભુકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે. ફર્સ્ટ રીલીફમાં પણ ઇમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ હોય ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો મેડીકલ રીલીફ ટીમે સ્વેચ્છાએ સેવામાં જવાની તૈયારી દર્શાવી છે. આ બાબતે મેડીકલ રીલીફ ટીમ (નર્સિંગ)ના નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલા, કિરણ દોમડિયા, નિલેશ લાઠીયા, ચૂક વિભોર અને પટેલ વીરેન સહિતના ૭૫ વ્યક્તિની ટીમે સેવામાં જવાની સ્વેચ્છાએ સહમતી આપી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *