સુરત
મોનિકા વેકરીયાના મોત કેસમાં પિતા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. પિતાનું કહેવું છે કે મારી દીકરી આપઘાત નથી કરે એવી પરંતુ એની હત્યા કરી દેવામાં આવી છે. પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. અમારા જમાઈ ઇઝરાઇલમાં છેલ્લા દસ વર્ષથી કામ કરતા હતા. ૨૦૧૭માં મારી દીકરી સાથે લગ્ન થયા બાદ તેઓ ત્યાં જ રહેતા હતા. છ વર્ષના લગ્ન ગાળા દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ આવી ન હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારી દીકરીને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારે મારી દીકરી સાથે વાતચીત થઈ હતી. સાસરીયા પક્ષ તરફથી મારી દીકરીને ફરિયાદ તેના સાસુ દ્વારા તેમજ જમાઈ દ્વારા પણ કરવામાં આવતી હતી. ફોન ઉપર સતત તેઓ કંઈક ને કંઈક વાતે મારી સાથે વાત કરતા હતા. પરંતુ દીકરી તેમની સાથે સમજણપૂર્વક રહેતી હતી અને તેઓ જે ત્રાસ ગુજારતા હતા. શરૂઆતના દિવસોમાં ગંભીરતાથી લેતી ન હતી. પરંતુ થોડા દિવસોથી વધુ પડતો ત્રાસ આપતા હોય તેવું મારી દીકરીની વાત પરથી મને લાગતું હતું. મરવા પહેલા પણ તેણે મારી સાથે ફોન ઉપર એ જ પ્રકારની વાત કરી હતી. સમગ્ર પ્રકરણમાં સાત લોકો સમક્ષ ફરિયાદ કરી છે જેમાં મને જાણવા મળ્યું છે કે સાસુ સસરા અને નણદોઈની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તેમજ અન્ય ચાર આરોપીઓ હજી ઝડપાયા નથી. અમારા જમાઈ અત્યારે ઇઝરાયેલમાં છે. ભૂમિકાની પિતરાઈ બહેન ટિ્વંકલ કાછડીયાએ કહ્યું કે જ્યારે મારી બહેનની તબિયત લથડી હતી ત્યારે તેની સાસુએ તેની બાજુમાં બેસી પણ ન હતી અને તેના ખબર અંતર પણ પૂછ્યા ન હતા. હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોક્ટરે એની સાસુને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો મેન્ટલ કેસ છે. મારી બહેનને મેન્ટલમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. મારી બહેન મેન્ટલ ન હતી પરંતુ તેઓ માનસિક રીતે ત્રાસ આપીને છૂટાછેડા કરવા પાછળ હતા. અમારા પરિવારની માગ છે કે સાસુ સસરા અને જમાઈ સાથે નણંદ અને નણદોઈ સામે પણ પગલાં લેવા જાેઈએ. મારી બહેનના મોત પાછળ જે પણ જવાબદાર છે તે અંગેની માહિતી અમે પોલીસને આપી છે.
