Gujarat

સુરતમાં યુવકે અંગો પર હાથ ફેરવી કિસ કરતા ૧૨ વર્ષની છોકરીએ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કરીને ફરિયાદ કરી

સુરત
સુરતના પાંડેસરામાં પાડોશીની છત પર કપાયેલો પતંગ લેવા ગયેલી તરુણીને યુવકે રૂ.૧૦નો સિક્કો આપી અંગો પર હાથ ફેરવી કિસ કરી હતી. આ અંગે તરુણીએ જાતે જ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કરી બાદમાં બનાવ અંગે પિતાને જાણ કરતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી પાડોશી યુવાનની ધરપકડ કરી હતી. પાંડેસરામાં બે દિવસ અગાઉ મહોલ્લાના નાના છોકરા સાથે રમતી ધો.૭મા અભ્યાસ કરતી ૧૨ વર્ષની બાળા કપાયેલો પતંગ લેવા બાજુના ઘરની છત ઉપર ગઈ હતી ત્યારે પાડોશમાં રહેતા ૨૪ વર્ષના અપરિણીત યુવાને તેને રોજના રૂ.૧૦ આપવાની લાલચ આપી છેડતી કરી હતી. આ અંગે તરુણીએ જાતે જ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કરી બાદમાં બનાવ અંગે પિતાને જાણ કરતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી પાડોશી યુવાનની ધરપકડ કરી હતી.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *