સુરત
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં ૧૪ વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી. ૧૪ વર્ષની થયા બાદ તેની સાથે પિતાએ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા. બાળકી હિંમત કરી આગળ આવી અને અડાજણ પોલીસ મથકમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની ફરિયાદને આધારે ચાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
