Gujarat

સુરતમાં ૨૯ વર્ષીય રત્ન કલાકારે સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત
સુરતમાં એક ૨૯ વર્ષીય રત્ન કલાકારે આપઘાત કરી જીવન ટુંકાવ્યુ છે. મળતી માહિતી મુજબ બીમારી અને પિતાના મોત બાદ સતત ટેન્શનમાં રહેતા યુવકે ઘરે જ રસોડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારના નાના દીકરાના આપઘાતને લઈને પરિવારના શોકનો માહોલ છવાઇ ગયો હતો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં ૨૯ વર્ષીય ભદ્રેશ હરેશભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો. ભદ્રેશ પરમારનો પરિવાર છેલ્લા ૩૭ વર્ષથી સુરતમાં રહે છે. ભદ્રેશ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જયારે મોટોભાઈ પણ ઘરની જવાબદારી નિભાવતો હતો અને નાનાભાઈ ભદ્રેશને મદદ કરતો હતો.ભદ્રેશના પિતા હરેશભાઈનું બે વર્ષ પહેલા મોત થયું હતું. જેના કારણે નાના દીકરા એવા ભદ્રેશને વધુ આઘાત લાગ્યો હતો અને તણાવમાં રહેતો હતો. જ્યારે ભદ્રેશ શરીરની બીમારીને કારણે પણ ટેન્શનમાં રહેતો હતો. પરિવાર ભદ્રેશને સતત સંભાળવાનો પ્રયાસ કરતો હતો. જાેકે તે ટેન્શનમાંથી બહાર આવી શક્યો ન હતો.ગતરોજ રાત્રે પરિવાર જમ્યા બાદ ધાબા પર સુવા માટે ગયા હતા. દરમિયાન એકલતાનો લાભ લઈ ભદ્રેશે ઘરના રસોડામાં માતાની સાડીથી હુક સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે માતાએ રસોડામાં જતા દીકરાને લટકતો જાેઈ બૂમાબૂમ કરી હતી. જેથી પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ને બોલાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.બીજી તરફ રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવાના ચક્કરમાં સુરતના (જીેટ્ઠિં) ત્રણ યુવાઓને પોલીસ સ્ટેશનના પગથીયા ચડવાનો વારો આવ્યો છે. ત્રણ સગીરો પોલીસ સ્ટેશનમાં પોતાની ભુલનો પસ્તાવો કરી રહ્યા છે. આ એ જ સગીરો છે જેમણે ગઇકાલે બાઇક પર જાહેરમાં પિસ્તોલ સાથે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.પિસ્તોલ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરીને ત્રણેયને ઝડપી પાડ્યા. તપાસમાં ખુલાસો થયો કે આ પિસ્તોલ અસલી નહીં રમકડાની છે. ત્રણેય સગીરોએ રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવા માટે પિસ્તોલનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. ત્યારે પોતાની ભુલના પસ્તાવારૂપે યુવકોએ પોલીસ સમક્ષ માફી માગીને આવુ કૃત્ય ફરી નહીં કરવાની કબૂલાત કરી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *