Gujarat

સુરેન્દ્રનગરની સંસ્થા સી.યું.શાહ તરફથી સાવરકુંડલા માનવ મંદિરને શ્રેષ્ઠ સેવા બદલ  અમદાવાદ ખાતે એવોર્ડ આપવામાં આવ્યો. માનવતાની મહેંક મહેંકી ઉઠી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માનવ મંદિરની મનોરોગીઓની છેલ્લા ૧૧ વર્ષથી સેવા કરી રહેલ ભક્તિરામબાપુની સેવાથી પ્રભાવિત અને પરિચિત એવી સી.યુ. શાહ પ્રજ્ઞાચકશું સંસ્થા સુરેન્દ્રનગર દ્વારા અમદાવાદ ખાતે પંકજભાઈ ડગલી અને મુક્તાબેન ડગલી તરફથી એવોર્ડ સન્માન પત્ર અને પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ એવોર્ડ પુરસ્કાર અને સન્માન પત્ર માનવ મંદિર ભક્તિરામબાપુ તરફથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અમદાવાદના ઉદ્યોગપતિ કાંતિભાઈ ઉકાણી. જે. જે. કોરાટ નંદલાલભાઈ બાબરીયા. કૌશિકભાઇ માર્શલ ઘરઘંટી વાળા. નવનીતભાઈ અગરબત્તી વાળા .ધર્મેન્દ્રસિંહ સોલંકી.ડી.બી .ગજેરા અને રાઘવ ગોંડલીયા દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના અગ્રણી પ્રજ્ઞાચક્ષો અને પ્રણેતા પંકજભાઈ ડગલી માનવ મંદિરની સેવાને ખૂબ જ બિરદાવી તેમજ ધારાસભ્ય મહેશ કસવાળાએ આ પ્રસંગે જણાવ્યું કે હવે મારી જવાબદારી વિશેષ થાય છે મારા વિસ્તારની આ સંસ્થા છે અને માનવીઓની અને એમાં ખાસ કરીને મનોરોગીઓની સેવા ખૂબ જ અઘરી અને મુશ્કેલ હોય છે ત્યારે ભક્તિરામ બાપુએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ સંસ્થા ૧૧ વર્ષથી કાર્યરત છે કોઈ પણ પ્રકારનો ફાળો માગવામાં આવતો નથી કે ફી લેવામાં આવતી નથી માત્ર દાતાઓના દાનથી આ સંસ્થા ચાલે છે માનવ મંદિર પરિવારના વિશાળ સેવકોના સહયોગથી આ સંસ્થા ચાલે છે અત્યાર સુધીમાં ૧૧૦ દીકરીઓ સાજી થઈ ગઈ છે આ સંસ્થાએ માનવ મંદિરની એક વખત મુલાકાત લીધેલી હતી એ સમયને યાદ કરતા ભક્તિરામબાપુ એ વધુમાં જણાવ્યું કે કુદરતના અધૂરા ચિત્રોનું એ મિલન હતું સી.યું. શાહ પ્રજ્ઞાચક્ષુ સંસ્થા સુરેન્દ્રનગર જેના મોટી સંખ્યામાં બાળકો આવ્યા હતા એ અંધ હતા અને માનવ મંદિરમાં જે બહેનો છે તે મનોરોગી છે ત્યારે આ બંને કુદરતના અધૂરા ચિત્રોનું મિલન અને પરિચય એ અવિસ્મરણીય ઘડીને ભક્તિરામબાપુ એ આ તબક્કે યાદ કરી હતી

IMG-20230122-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *