કોટન-ખાંડી, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ. 6843 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6260 કરોડનું
ટર્નઓવર : બુલડેક્સ વાયદાઓમાં રૂ. 20 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,81,623 સોદાઓમાં કુલ રૂ.13,122.56 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6842.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6259.59
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 53,156 સોદાઓમાં કુલ રૂ.4,139.22 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.55,954ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,745 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.304 ઘટી રૂ.55,779ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.44,468 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.5,503ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,000ના ભાવે ખૂલી, રૂ.245 ઘટી રૂ.55,815ના સ્તરે
પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,511ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.65,511 અને નીચામાં રૂ.64,902 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 435 ઘટી રૂ.65,003 ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 243 ઘટી રૂ.65,161 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.163 ઘટી રૂ.65,064 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,409 સોદાઓમાં રૂ.1,304.56 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 વધી રૂ.207.75 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.75 ઘટી
રૂ.274ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.778.35 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.1.20 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 35,009 સોદાઓમાં કુલ રૂ.1,383.54 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,176ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,203 અને નીચામાં
રૂ.6,147 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.22 વધી રૂ.6,196 બોલાયો હતો, જ્યારે નેચરલ
ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.90 ઘટી રૂ.177.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 269 સોદાઓમાં રૂ.15.30 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,300 અને નીચામાં
રૂ.63,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.63,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 વધી રૂ.1024.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,043.88 કરોડનાં
3,657.639 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,095.34 કરોડનાં 317.770 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.440.33 કરોડનાં 7,13,100 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.943 કરોડનાં 49122500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.3.64 કરોડનાં 576 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.66 કરોડનાં 112.32 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,822.175 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 863.574 ટન, ક્રૂડ તેલમાં 1150600 બેરલ અને નેચરલ ગેસમાં 52728750
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 8832 ખાંડી, મેન્થા તેલમાં 378 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.20.35 કરોડનાં
267 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,282ના સ્તરે ખૂલી, 85 પોઈન્ટ ઘટી 15,224ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,259.59 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.491.79 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.36 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,712.65 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.981.79 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 180.75 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.235 ખૂલી, ઊપરમાં રૂ.247 અને નીચામાં રૂ.223.20 રહી, અંતે રૂ.10.70 વધી રૂ.242.90 થયો હતો. જ્યારે
નેચરલ ગેસ માર્ચ રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.10 ખૂલી,
ઊપરમાં રૂ.16.60 અને નીચામાં રૂ.12.35 રહી, અંતે રૂ.3.85 ઘટી રૂ.14.30 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.560.50 ખૂલી, ઊપરમાં રૂ.590 અને નીચામાં રૂ.500
રહી, અંતે રૂ.124 ઘટી રૂ.522.50 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.848.50 ખૂલી, ઊપરમાં રૂ.867 અને નીચામાં રૂ.700 રહી, અંતે રૂ.138.50 ઘટી રૂ.716.50
થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.264.50
ખૂલી, ઊપરમાં રૂ.272.50 અને નીચામાં રૂ.230 રહી, અંતે રૂ.65 ઘટી રૂ.237.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.253.70 ખૂલી, ઊપરમાં રૂ.273.90 અને નીચામાં રૂ.242.40 રહી, અંતે રૂ.7.40 ઘટી રૂ.246.30 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.50
ખૂલી, ઊપરમાં રૂ.12.80 અને નીચામાં રૂ.10.05 રહી, અંતે રૂ.1.60 વધી રૂ.11.65 થયો હતો. સોનું માર્ચ
રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.611.50 ખૂલી, ઊપરમાં રૂ.730.50 અને
નીચામાં રૂ.560 રહી, અંતે રૂ.159 વધી રૂ.693 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.309 ખૂલી, ઊપરમાં રૂ.319 અને નીચામાં રૂ.242.50 રહી, અંતે રૂ.108.50 વધી
રૂ.311 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.231 ખૂલી,
ઊપરમાં રૂ.272 અને નીચામાં રૂ.225 રહી, અંતે રૂ.34.50 વધી રૂ.264.50 થયો હતો.
