Gujarat

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

ગીરપંથક કે જે વર્ષોથી કેસર કેરી માટે પ્રખ્યાત છે. જેના કારણે તેને GI ટેગ આપવામાં આવેલ છે. ચાલુ સીઝનમાં આ પંથકમાં આ સીઝન દરમ્યાન કુલ ચાર વખત ફલાવરીંગ આવેલું છે જેના કારણે ચાલુ સીઝન ખુબ લાંબી ચાલશે અને બદલાતા સમયની સાથે હવામાન પણ બદલાયું છે,આ વખતે તાલાલા માર્કેટિંગ યાર્ડ તારીખ ૧૮/૦૪/૨૩ થી ખુલ્યું છે જે ગત સીઝન કરતા ૮ દિવસ વહેલું છે જેમાં પ્રથમ દિવસે ૭૧૮૦ બોક્સની આવક થયેલી છે અને તેમાં ઉતરોતર વધારો થતો જોવા મળેલો છે. જે તારીખ ૧૦/૦૫/૨૩ સુધીમાં ૧,૮૭,૫૪૫ સુધી પહોચેલી છે, જે ગત વર્ષની સાપેક્ષમાં ખુબ વધારે કેરીનું ઉત્પાદન દર્શાવે છે.

ગત વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩ દરમ્યાન ૨૬/૦૪/૨૨ એ માર્કેટિંગ યાર્ડમાં કેરીનાં બોક્સની આવક શરુ થયેલી હતી જે ૩૭૪૦ હતા અને ૧૦/૫/૨૦૨૨ સુધીમાં કુલ ૪૪૫૬૬ બોક્સની આવક થયેલી હતી. જે મુજબ સ્પષ્ટ જોઈ શકાતી પરીસ્થિતિ છે કે આ વર્ષે ગત વર્ષની સાપેક્ષ એ ૧,૪૨,૯૭૯ જેટલા વધારે બોક્સ આવેલા છે. જે આંબાની ખેતી કરતા ખેડૂતો માટે ખુબ જ સારી બાબત છે અને તાલાલા જેવા પંથકમાં ૯૦% ખેડૂતો આંબાની ખેતી પર નિર્ભર હોય તેના માટે આ સીઝન ખુબ જ લાભદાયી નીવડે તેવી કુદરતની પણ ઈચ્છા છે. જેથી માર્ચ મહિનાથી માવઠું ચાલુ છે પરંતુ તાલાલા પંથકમાં તેની નહીવત અસર થયેલી છે તે કેરીની આવક પરથી જોઈ શકાય છે આ ઉપરાંત પોતાના ખેત પેદાશોની આવક માં વધારો થાય અને ખેડૂતો પોતે નફો મેળવતા થાય તે માટે આપણા ખેડૂતમિત્રો જાતે વેચાણ કરવા પણ સક્ષમ બન્યા છે અને કેરી મોટા શહેરો અને વિદેશમાં પણ એક્ષપોર્ટ કરતો થયો છે તે માટે બાગાયત વિભાગ દ્વારા ૧૪૦૦ થી પણ વધારે ખેડૂતો ને ચાલુ વર્ષેAPEDA નું રજીસ્ટ્રેશન કરાવેલું છે, અને ચાલુ વર્ષ અંદાજે ૮૦૦ મેટ્રિક ટન થી વધુ કેરીની નિકાસ યુકે અને યુએસ જેવા દેશોમાં થશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

આ ઉપરાંત ખેડૂતો દ્વારા જો કેરીનું શોર્ટિંગ ગ્રેડિંગ કરી અને પેકિંગ દ્વારા સીધું જ ગ્રાહકને વેચાણ કરવામાં આવે તો પણ સારા એવા ભાવ મેળવી શકે છે અને કેરીનું  મુલ્યવર્ધન કરીને તેની પ્રોડક્ટ નું વેચાણ કરવામાં આવે તો પણ ખુબ સારા ભાવ મેળવી શકે છે. આંબાની ખેતી કરતા ખેડૂતો વૈજ્ઞાનીક પદ્ધતિ મુજબ ખેતી કરે પોતાની આવકમાં વધારો કરી શકે છે. હાલમાં સોનામાખીનો ઉપદ્રવ શરૂ થવાની સંભાવના હોય દરેક ખેડૂત મિત્રો હેક્ટર દીઠ ૧૨-૧૫ મિથાઈલ યુજીનોલ ટ્રેપ લાગાવાવા ભલામણ છે. અને ચાલુ વર્ષ દરમ્યાન સરકારશ્રી દ્વારા બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજના માટે I-KHEDUT પોર્ટલ તા: ૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મુકવામાં આવેલું છે જેનો પણ મહતમ લાભ ખેડૂતોમિત્રો  મેળવે તેવો અનુરોધ નાયબ બાગાયત નિયામકશ્રી ગીર સોમનાથની યાદીમાં કરવામાં આવ્યો છે.હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *