શિવ થી શ્રીનાથજી બન્ને ધામીઁક જગ્યાઓને જોડતી એસટી સેવા થી વૈષ્ણવ સમાજ મા આનંદની લાગણી અખીલ ભારતીય પત્રકાર સૂરક્ષા સમિતિ દ્વારા લીલીઝંડી આપી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના સફળ પ્રયત્ન અને એસ.ટી દ્વારા મુસાફરોને આરામ દાયક મુસાફરી નો લાભ મળે તે હેતુથી આજરોજ કેશોદ ડેપો મેનેજર દેવાભાઈ દ્વારા
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમા સોમનાથ થી નાથદ્રારા એસટી સ્લીપર કોચ બસનો આજથી પ્રારંભ થયો છે . એકદમ નવી અને સુવીધાજનક આ સ્લીપર કોચ આજથી શરુ થતા પ્રથમ દિવસેજ હાઉસફુલ જોવા મળી હતી . અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ABPSS ના જીલ્લા પ્રભારી દિપક કકકડ , જીલ્લા પ્રમુખ મિતેષ પરમાર , વેરાવળ એસટી ડેપો મેનેજર ઈનચાર્જ દયારામ ભાઈ મેસવાણીયા આસી ટ્રાફિક ઇન્સ્પેક્ટર પ્રવિણ પુરી બાપુ સહિત બસ ના ડ્રાઇવર કંડકટર નુ ગોવર્ધન હવેલી ના ટ્રસ્ટી ઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
નાનજી ચાવડા , સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમીતી યોગેશ સતીકુવર તેમજ લોકજાગૃતિ મંચના દિપક ટીલાવત, માધવરાયજી હવેલી ટ્રસ્ટ ના સભ્યો પોપટભાઈ પટેલ , એસટી ડેપોના કમઁચારીઓ સહીત ની ઉપસ્થિતમા લીલીઝંડી આપી આ એસટી બસનો વેરાવળથી પ્રારંભ કરાવ્યો હતો . આ સોમનાથ થી નાથદ્રારા આજથી શરુ થયેલ સ્લીપર કોચ બસ કેશોદ એસટી ડેપોની હોય તે સોમનાથ 11 કલાકે દરરોજ પહોચી જશે ત્યારે 11:15 કલાકે ઉપડશે જે નાથદ્રારા સવારે 4:00 કલાકે પહોચાડશે અને ત્યા 12 કલાક રહ્યા બાદ બપોરે 4:00 કલાકે નાથદ્રારા થી ઉપડશે અને કેશોદ પહોચશે કેશોદથી આ બસના ડ્રાઇવર અને કંડકટર બદલશે અને કેશોદથી લોકલ ભાડાથી ફરી સોમનાથ પહોચશે . સોમનાથ થી નાથદ્રારા નુ ભાડુ માત્ર 427 જેટલુ છે જેથી શિવ થી શ્રીનાથજી આ બન્ને ધામીઁક સ્થળોને જોડતી સેવા એસટી વિભાગે શરુ કરતા વૈષ્ણવ સંપ્રદાય મા આનંદની લાગણી જોવા મળી છે ..


