Gujarat

સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત સાવરકુંડલાની સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર ૧  અને બ્રાન્ચ શાળા નંબર ૪ ની યોજાઈ વિવિધ સ્થળોની મુલાકાત

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સુરક્ષા સેતુ અંતર્ગત ગુજરાતમાં સ્ટુડન્ટ પોલીસ કેટેટ નામની મહત્વની યોજના કાર્યરત છે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના બાહોશ IPS હસમુખ પટેલ સાહેબને આપેલ છે .આ યોજના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા તેમજ કાયદો ,સન્માન, ક્ષમતા, શિષ્ત જેવા આદર્શ ગુણો સૂચિત કરવામાં આ તાલીમ મહત્વની બની રહેશે. જેના અંતર્ગત સાવરકુંડલા શહેરમા આવેલ સરકારી શાળા પે સેન્ટર શાળા નંબર એક તથા શાળા નંબર ૪ ના વિદ્યાર્થીઓએ સાવરકુંડલાના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી પહેલા સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ માનવમંદિરની મુલાકાત લીધી હતી જ્યાં ઘરેથી તરછોડાયેલી ,ખોવાયેલ મનોવિકલાંગ બહેનો  રહે છે અને તેમની સારવાર પણ થાય છે.અહી ભક્તિરામબાપુની રાહબરીમાં તમામ મનોવિકલાંગ બહેનોની દેખરેખ અને સંભાળ રાખવામાં આવે છે. અહીં મનોરોગીનોની સારવાર અર્થે નિયમિતરીતે ચિકિત્સા તપાસ મુજબ દવા પણ આપવામાં આવે છે. બાળકોમાં પણ સેવાભાવ અંકુરિત થાય અને ભવિષ્યમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય એવા નાગરિકોનાં નિર્માણ અર્થે આ આશ્રમની મુલાકાત કરાવવામાં આવેલ. .અહી ભક્તિરામ બાપુ દ્વારા SPCના તમામ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું તેમજ વ્યસન તેમજ અન્ય કુટેવોથી દૂર રહેવાનું જ્ઞાન આપવામાં આવ્યું. ત્યારબાદ માનવમંદિરથી બાળકોને મહુવા રોડ પર સ્થિત વૃદ્ધાશ્રમની મુલાકાત પણ કરાવાય તેમજ ત્યાં નજીકમાં આવેલ આકાશી મેલડી મંદિરની મુલાકાત કરાવાય .ત્યારબાદ SPC પ્રોજેક્ટના ડ્રીલ ઇન્સ્ટ્રકટર મહેશભાઈ તેમજ કિરણબેન દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજૂતી આપી અને રોડ ઉપર હેલ્મેટ વગર ગાડી ચલાવનાર નાગરિકોને હેલ્મેટ પહેરવા સમજાવામાં આવ્યું અને નાગરિકોને SPC ના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ફૂલ આપી હેલ્મેટ પહેરવા વિનંતી કરી હતી .ત્યારબાદ  એસપીસીના તમામ વિદ્યાર્થીઓને પે.સેન્ટર શાળા નંબર એક ખાતે ઉતારવામાં આવ્યા હતા. અને તમામ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફ દ્વારા સેવખમણીનો નાસ્તો કરવામાં આવ્યો.અને વિઝિટ પૂર્ણ કરવામાં આવી હતી .આ સમગ્ર વિઝીટ માટે અમરેલી ડીએસપી કચેરીમાંથી પોલીસ બસો ફાળવવામાં આવી હતી. સમગ્ર વિઝીટને સફળ બનાવવા સાવરકુંડલાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.  સોની સાહેબ તથા  પોલીસ સ્ટાફ  મહેશભાઈ ભટ્ટ,કિરણબેન તેમજ પે.સેન્ટર શાળા નંબર એકના શિક્ષક શ્રી હિતેશભાઈ જોશી તેમજ બ્રાન્ચ  શાળા નંબર ૪ના શિક્ષક શ્રી વર્ષાબેન કોઠીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

IMG-20230312-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *