સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની મહિલાઓને ટ્રેનર અને કોચીઝ તરીકે તાલીમ આપવા માટે સહાયની યોજના કાર્યાન્વિત કરવામાં આવેલ છે. જરૂરી લાયકાત ધરાવતી મહિલાઓએ તા: ૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીને જિલ્લા રમત પ્રશિક્ષણ, નડિયાદ ખાતે અરજી કરવાની રહેશે
ગુજરાત રાજ્યની જે લાભાર્થી મહિલાઓ દ્વારા માન્ય સંસ્થાઓ જેવી કે નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટસ પટીયાલા તથા તેની તમામ શાખાઓ, લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ગ્વાલિયર તથા તેની તમામ શાખાઓ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી ગાંધીનગરમાંથી ડિપ્લોમાં કોર્ષ કરેલ હોય તેવી મહિલાઓને અરજી કોર્મ ભરીને જિલ્લા રમત વિકાસ અધિકારીને જિલ્લા રમત પ્રશિક્ષણ, નડિયાદ ખાતે તા.૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં હાર્ડ કોપીમાં જરૂરી પ્રમાણપત્રો જેવા કે ડોમીસાઇલ સર્ટીફિકેટ,બેન્ક ડીટેલ્સ, કેન્સલ ચેક અથવા પાસબુકની ઝેરોક્ષ, આધારકાર્ડ સાથે જમા કરવાનું રહેશે.
અરજી ફોર્મ અત્રેના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી મેળવી લેવાના રહેશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ દ્વારા જણાવવામાં આવેલ છે.
