ગીરગઢડા
ભરત ગંગદેવ..
તા.૯ એપ્રિલ ૨૩ ના રોજ સર્વ નિદાન કેમ્પ તક્ષશિલા વિદ્યાલય ગીર ગઢડા માં યોજવામાં આવ્યો હતો અંબુજા નગર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કોડિનાર નાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત ડોક્ટર્સ એ પોતાની સેવા આપી હતી જુદા જુદા ક્ષેત્રના નવ વિભાગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પ માં 700. જેટલા દર્દીઓ એ સેવા નો લાભ લીધો હતો કેમ્પ નાં કાર્યક્રમ ને… s.g.v.p.ગુરુકુળ દ્રોનેશ્વર નાં સ્વામી નરનારાયણ દીપ પ્રજ્વલિત કરી કાર્યકમ ને ખુલો મૂક્યો હતો. અનેક સંતોએ આશીર્વાદ આપ્યા હતા આ તમે ગીરગઢડા ગામના આગેવાનો. વેપારીઓ. મામલતદાર ગીરગઢડા. તાલુકા વિકાસ અધિકારી. પોલીસ સ્ટાફ. હાજર રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ દર્દી ઓને વિના મૂલ્યે દવા વિતરણ કરવામાં આવી હતી . તેમજ તમામ દર્દી ઓ ને પક્ષી માટે પાણી નું કુંડુ વિના મૂલ્યે આપવામાં આવ્યું હતું. અંતમાં કેમ્પમાં આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો સંતો દ્વારા શુભેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી આ કેમ્પનું આયોજન સ્વ. હેમલભાઈ ગાંધી ની નવમી પૂણ્યતિથિ નિમિતે કરવામાં આવ્યું હતું …


