Gujarat

       હવે વહીવટ ચલાવશે વહીવટદાર….

વંથલી નગરપાલિકા માં લદાયું વહીવટદાર સાશન…
સાશક પક્ષના નેતાએ લગાવ્યા ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપ….
સતત વિવાદના વંટોળમાં રહેતી વંથલી નગરપાલિકાની આજે ટર્મ પૂરી થાય છે.ત્યારે પંચાયત ધારા ના નિયમ મુજબ વહીવટદાર શાશન લાદવામાં આવ્યું છે.આજ થી ચૂંટણી બાદ નવા પ્રમુખની નિમણૂંક ન થાય ત્યાં સુધી નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસર વંથલી ચલાવશે.
     આ બાબતે મીડિયા દ્વારા શાશક પક્ષના નેતાને પૂછતાં જણાવ્યું હતું કે તેઓએ તેમના શાશક દરમિયાન કોઈ નાત જાત કે ધર્મ ને ધ્યાને લીધા વગર તમામ લોકો માટે એક શમન વિકાસના કાર્યો કર્યા હતા.વધુમા જણાવ્યું હતું કે નગરપાલિકામાં હાલ જ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મયુર જોશી એ વિરોધ પક્ષની ભૂમિકામાં જઈ ભાજપના ઇશારે કોંગ્રેસની બોડીને નુકશાન કરવામાં કોઈ કસર રાખી નથી.છેલ્લા બે ત્રણ મહિનાથી વિકાસના કામમાં રોડા નાખી તમામ કામ અટકાવી દીધા છે છેલ્લા કેટલાય સમયથી વંથલી ના ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર થયા છે.ત્યારે ચોખ્ખા પીવાના પાણી ની વ્યવસ્થા કરવામાં પણ ચીફ ઓફિસર મયુર જોશી એ સતત વિવાદ સર્જ્યો હતો.વધુમા જણાવતા એવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભાજપને વ્હાઇટ વોસ કરી ફરી કૉંગ્રેસ સત્તામાં આવશે.અને લોકોએ અમારી બોડી પર મૂકેલા વિશ્વાસને કાયમી ટકાવી રાખવા કૉંગ્રેસ પક્ષ સતત પ્રયત્નશીલ રહીશે
    અત્રે ઉલ્લેખનીય છેકે આગામી બે કે ત્રણ મહિનામાં નગરપાલિકા ની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે બને પક્ષો એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે.પરંતુ ખરેખર કેટલા વિકાસ કામો થયા છે તેવું ગામલોકો જાણે જ છે.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *