વંથલી ઓઝત નદીના પુલ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો…
1 નું સારવાર દરમિયાન મોત,5 થી વધુને ઈજાઓ….
જુનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ ઓઝત નદીના પુલ નું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળગતીએ ચાલી રહ્યું છે. હાઇવેના અધૂરાકામને લઈ કેશોદ તરફ જતા રસ્તે છાશવારે અકસ્માતો સર્જાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ટોલટેક્સ ઉઘરાવવા છતાં હાઇવે ના અધૂરાકામને લઈ રાહદારીઓ પણ રોષે ભરાયા છે.હાઈવેના અધૂરાકામને લઈ માસુમ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.ત્યારે વધૂ એકવાર ગઈકાલે બપોરબાદ પુલ પર જ બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.ગોઝારા અકસ્માતમાં રાજકોટના રહેવાસી પંકજભાઈ હીરાલાલ દીક્ષિત ઉં.વ 54 નું સારવાર દરમિયાન કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.અને કારમાં સવાર 5 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.ગંભીર ઈજાઓ પહોંચનાર ને સારવાર અર્થે 108 મારફત જુનાગઢ રિફર કરાયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના વાયુવેગે સમાચાર પ્રસરતા સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વંથલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
છેલ્લા બે વર્ષથી ગોકળગતીએ ચાલતા હાઈવેના અધૂરાકામને કારણે માસુમ લોકોના મોતના જવાબદાર કોણ? હજુ પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાવવાની રાહ જોવાઇ રહી છે? તેવા અનેક સવાલો સાથે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં તંત્ર આ ગંભીર બાબતને ધ્યાને લઈ રહી છે કે કેમ તે તો આવનાર સમયે જ બતાવશે.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી