Gujarat

હૃદયના કાણાનું ઓપરેશન વિનામૂલ્યે થતાં પરિવારે ડોકટરો તેમજ આરોગ્યતંત્રનો આભાર વ્યક્ત કર્યો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા પરિવારમાં તા. ૧૮-૯-
૨૦૧૪ ના રોજ અલીભાઈ રુઝાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. બાદમાં ખડબા ગામે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ
રૂટિંગ સર્વેલન્સ માટે ગયેલ ત્યારે જાણવા મળેલ કે સનમ નામની આ દીકરીને ચાલવા સમયે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ
પડે છે. તેથી ડોકટરની ટીમ દ્વારા સનમના માતાપિતાને જીજી હોસ્પિટલ જામનગર ખાતે યોગ્ય નિદાન કરાવવા માટે
જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ગભરાયેલ પરિક્ષિતિમાં હોવાથી તે સમયે હોસ્પિટલ ન ગયેલ. ૩૦-૦૩-૨૦૨૨ના રોજ
સનમને વધારે તકલીફ પડતા શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી ઉભી થઈ એટલે માતા પિતા ડોકટરો પાસે ગયા અને RBSK ડોક્ટર
દ્વરા સંદર્ભ કાર્ડ ભરી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ-જામનગર ખાતે મોકલવામાં આવ્યા.
સનમની પ્રાથમિક તપાસ બાદ લોહીનું પરીક્ષણ, ECO તથા ECGમાં જાણવા મળ્યું કે તેને CHD Congenital Heart Disease
એટલે કે હૃદયમાં કાણું છે. બાદમાં તેણીને ૩ દિવસ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને સઘન સારવાર માટે યુ.એન. મહેતા
હોસ્પિટલ-અમદાવાદ ખાતે મોકલવામાં આવતા નિષ્ણાતો દ્વારા ખૂબ જ કૂનેહથી ૧૮-૦૪-૨૦૨૨ ના રોજ શસ્ત્રક્રિયા અને
જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરી 15 દિવસ દાખલ રાખી હોસ્પિટલ માંથી રજા
આપવામાં આવી.સનમ હાલ નોર્મલ જીવન જીવી રહી છે. પોતાની દીકરીને નવજીવન આપવ બદલ તેણીના માતા-પિતાએ
ડૉકટરો અને આરોગ્ય તંત્રની કામગીરીની પ્રસંશા કરી સર્વ પ્રત્યે ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો હતો.

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *