Gujarat

હોટલ / ધાબા/ રેસ્ટોરન્ટ માલિકોએ રસોઇયા /વેઇટર અંગેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો , અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી , લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો , બહારના જિલ્લા રાજ્યમાંથી આવી અત્રે હોટલ / ધાબા / રેસ્ટોરન્ટ વિ . માં રસોઇયા , વેઇટર તરીકે ગુપ્ત આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપતિને નુકસાન પહોંચાડે છે . મહદઅંશે આવા રસોઇયા / વેઇટર પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે . આવા ઇસમોની કોઇ માહિતી કે વિગતો હોટલ , / ધાબા / રેસ્ટોરના માલિકો પાસે હોતી નથી . જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઇસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા રસોઇયા , વેઇટર તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી . વળી , હોટલ / ધાબા માલિકો આવા ઇસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી.
          જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી , બનાસકાંઠા , પાલનપુર દ્વારા  ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ  સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇ હોટલ / ધાબા / રેસ્ટોરના માલિકો દ્વારા કોઇપણ વ્યકિતને રસોઇયા , વેઇટર તરીકે કામ ઉપર રાખવામાં આવે ત્યારે આવા ઇસમો અંગેની જરૂરી માહિતી ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે  નિયત નમૂનામાં માહિતી આપવાની રહેશે . આ હુકમ તા .૨૮/ ૦૩ / ૨૦૨૩ થી તા . ૨૮ / ૦૪ / ૨૦૨૩ સુધી ( બંને દિવસો સહિત ) અમલમાં રહેશે .
          આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક . ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *