Gujarat

૧૦૦ કરતાં પણ વધુ પુસ્તક લખી ચૂકેલ શ્રી ઇંદુમતી કાટદરેને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડી. લિટની પદવી એનાયત કરાઇ

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રી ઇન્દુમતી કાટદરેજીને ડૉક્ટર ઓફ
લિટરેચરની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના કલોલમાં થયો
હતો.તેઓએ અંગ્રેજીમાં જ નહીં પરંતુ સંસ્કૃત ભાષામાં પણ M.A.ની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2004 થી આજ સુધી
પુનરુત્થાન વિદ્યાપીઠમાં સ્થાપક વાઇસ ચાન્સેલરનું પદ સંભાળી રહ્યા છે. શ્રી ઇન્દુમતી ૧૦૦ કરતાં પણ વધુ પુસ્તકો લખી
ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત અને પૂજનીય નામ ધરાવતા શ્રી ઈન્દુમતી કાટદરેજી જેઓ પરિશ્રમશીલ અને સમર્પિત વ્યક્તિત્વ
ધરાવે છે. તેઓ એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ છે.
શ્રી ઇંદુમતી કાટદરેને ગુજરાત સરકાર દ્વારા મગનલાલ દેસાઇ શિક્ષણ પુરસ્કાર, જ્ઞાન પ્રબોધિની પૂણે દ્વારા ગુરુ ગૌરવ પુરસ્કાર,
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી દ્વારા શિક્ષણ ભૂષણ પુરસ્કાર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જન કલ્યાણ સમિતિ મહારાષ્ટ્ર દ્વારા
શ્રી ગુરુજી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *