Gujarat

૧૩૮ જેતપુર પાવી વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ હાફેશ્વર પાણી પુરવઠા યોજના ની મુલાકાત લઈ આ યોજનાથી વંચિત લોકો માટે પાણી ની સમસ્યા નું નિરાકરણ માટે પાણી પુરવઠા અધિકારીઓ સાથે પાણીના તમામ સંપોનુ નિરીક્ષણ કર્યૂ

છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત સરકારની સૌથી મોટી હાફેશ્ચર પાણી પુરવઠા યોજનાનું કામ ચાલી રહ્યું છે.આ યોજના દ્વારા કવાંટ તેમજ જેતપુર પાવી વિસ્તાર ને માં નર્મદા નું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા અગાથ પ્રયત્નો ચાલુ રહ્યા છે.લોકો ને આવતા ઉનાળા પેહલા માં નર્મદા ના નીર મળી રહે તે માટે ધારાસભ્ય જયંતિ ભાઈ રાઠવાએ હાફેશ્વર પાણી પુરવઠા યોજના ના સ્થળની મુલાકાત લીધી હતી.તે દરમિયાન ગામડાઓ ના લોકો સુધી પાણી કંઈ રીતે અને કેટલા સમયમાં પહોંચશે તેની ચર્ચા પાણી પુરવઠા ના કાર્યપાલક ઈજનેર બારૈયા તેમજ વાસ્મો ના અધિકારી ચોધરી તેમજ વર્માજી ને સાથે રાખી સત્વરે આ કાર્ય પૂરું કરવાની તાકીદ કરી હતી.આ યોજના માં કાર્યો માં કેટલીક ફરિયાદો લઈ ને જુદા જુદા વિસ્તાર ના સરપંચઓ દ્વારા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાંને રજૂઆત કરી હતી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ અધિકારીઓને તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ લાવવા સૂચનો કર્યા હતા. આ ધારાસભ્ય જયંતીભાઈએ જુદા જુદા વિસ્તારમાં પાણીના સંપ અને ટાંકીઓ બનાવવામાં આવ્યા હતા તે જગ્યાઓ રેણધા, રેનધી, ઉમઠી વિસ્તારની મુલાકાત કરી પાણી પુરવઠા અધિકારીઓ ને વહેલી તકે લોકોને પાણી મળી રહે તે માટે ઝડપી કામ પૂરું કરવાની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સૂચના આપવામાં આવી હતી.આ મુલાકાત માં કવાંટ તાલુકાના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને નેતાઓ ગોવિંદભાઈ રાઠવા,વિજયભાઈ રાઠવા,તેમજ સરપંચઓ સાથે હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230202-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *