મકસુદ કારીગર,કઠલાલ
નડિયાદના વાણીયાવાડ વિસ્તારમાં એક ગાય છેલ્લા ૧ દિવસ થી પ્રસુતિ ની પીડા માં હતી અને એક ભાઈની નજર ઘટના પર પડી, જેને થોડો પણ સમય ગુમાવ્યા વગર તુરંત જ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ૧૯૬૨ પશુ હેલ્પલાઇનને કોલ કરી મદદ માંગવામાં આવી.
કેસ મળતા જ પશુ ચિકિત્સક ડૉ.શ્રીરામ યાદવ અને પાયલોટ સંજયભાઈ ડાભી અને તેમની ટીમ તુરંતજ ઘટના સ્થળે વાયુ વેગે પહોચી ગઈ અને ત્યાં ડોક્ટર શ્રીરામ યાદવ અને તેમની ટીમને જાણવા મળ્યું કે આ ગાય પ્રસુતિની પીડામાં પીડાઈ રહી હતી. અને તેની હાલત પણ ખૂબ જ ગંભીર હતી કારણ કે છેલ્લા બે દિવસ થી તેનું બચ્ચું પેટમાં ફસાઈ ગયું હતું, જેને કારણે તેની સામાન્ય પ્રસુતિ ખુબજ મુશ્કેલ હતી.
ડોક્ટર શ્રી રામ યાદવ અને પાયલોટ સંજયભાઈ ડાભીની સુઝબુજ દ્વારા આશરે બે કલાકની ભારે જહેમત બાદ ગાયના પેટ માંથી બચ્ચું બહાર કાઢવામાં આવ્યું હતુ. પરંતુ છેલ્લા ૨ દિવસથી આ ગાય પ્રસુતિની પીડામાં હતી એટલે વધુ સમયને કારણે બચ્ચું મૃત બહાર આવ્યું હતું. પણ ગાયનો જીવ બચાવવામાં ૧૯૬૨ની કરુણા એમ્બ્યુલન્સ ટીમને સફળતા મળી હતી.
ત્યાર બાદ ડૉ. રામ યાદવ અને તેમની ટીમ દ્વારા ગાયને જરૂરી ફ્લુડ થેરાપી અને જરૂરી એન્ટિબાયોટિક ઈન્જેકશન આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.
કરુણા એમ્બ્યુલન્સ જે ફક્ત બિનવારસી અને બિન માલિકીના પશુઓની સારવાર કરે છે. જેમણે ફેબ્રુઆરી-૨૩ સુધીમાં ૧૫૦૪૦થી પણ વધુ પશુઓની નિઃશુલ્ક સારવાર કરી છે. અત્યાર સુધીમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં મેડિકલ કેસ-૫૪૪૨; મેડિસિન સપ્લાય-૯૪૪; સર્જીકલ-૮૧૫૩; પ્રસુતિ કેસ-૨૩૯ ઉપરાંત અન્ય-૨૬૧ કાર્યનો સમાવેશ થાય છે.


