Gujarat

૧ કિલો સોનાનો હાર ૧ લાખમાં વેચવાનો છે’ કહી બે ગઠિયા કળા કરી ગયાં

સુરત
કામરેજના હલધરૂ ખાતે એક મેડીકલ સ્ટોરના માલિકને એક કિલો સોનાનો હાર સસ્તામાં વેચવાની લાલચ આપીને બે ગઠિયાઓ ખોટું સોનું પધરાવી ૧ લાખ પડાવી ગયા હતા. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *