બહાઉદીન સરકારી વિનયન કોલેજના આચાર્ય. ડો. પી. વી. બારસીયા અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો. બી. બી. જોશીની પ્રેરણાથી સંશોધન અને વિસ્તરણ વિભાગ હેઠળ મનોવિજ્ઞાનના મદદનીશ અધ્યાપક ડો. ભાવનાબેન ઠુંમરના માર્ગદર્શન હેઠળ મેવાડા હાર્દિક દ્વારા ઓનલાઈન પેમેન્ટ પ્રત્યે લોકોના મનોવલણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
આધુનિકતાની સાથે સાથે સુખ સુવિધાઓમાં પણ નવી ભરમાર ઉભી થઈ છે. આજકાલ દરેક બાબત ઝડપી અને આધુનિક બનતી જોવા મળે છે.બાબતમાં નાણાકીય વ્યવહારપણ પાછળ નથી, ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઇન પેમેન્ટની નવી સુવિધાઓનું સર્જન થયું છે.સુવિધાની સાથે સલામતીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. આ માટે ઓનલાઇન પેમેન્ટ અંગેના લોકોના મનોવલણ જાણવા માટે આ સર્વે કરવામાં આવ્યો છે.
આજના આધુનિક યુગમાં આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએછીએ. નાણાકીય વ્યવહાર માટે ઓનલાઇન એપ કે યુ.પી.આઈ.નો ઉપયોગ કરીએ છીએ.ત્યારે ૧૪૧ લોકોને નિદર્શ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી Google ફોર્મ દ્વારામાહિતી મેળવવામાં આવી હતી. જેમાં ૬૬ ટકા પુરુષો અને ૩૪ ટકા સ્ત્રીઓએ આ સર્વેમાં સામેલ હતા.
ડિજિટલાઇઝેશનને વિસ્તાર સાથે સીધો સંબંધ છે. જેટલો વિસ્તારનો વિકાસ થાય છે. ત્યાં આધુનિકતાનો પણવિકાસથતોજોવા મળે છે. તેથી આ બાબતનો અભ્યાસકરવા માટે આ સર્વેમાં 53.2% શહેરીતથા 46.8% ગ્રામ્યવિસ્તારના લોકો જોડાયા હતા.
દરેક ક્ષેત્રમાં ઓનલાઇન સુવિધા પહોંચીછે.એટલે મોટાભાગની વ્યક્તિઓ ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરે છે.આ સર્વે દ્વારા જાણવા મળ્યુંછે કે 67.4% લોકો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગકરેછે.આથી સમય, સ્થળ અને પૈસાની બચતના કારણે પણ લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા હોય તેવું દેખાય છે.સર્વે દરમિયાન ઓનલાઇન પેમેન્ટના વપરાશકર્તા તથા જે વપરાશ કરતા નથી તે બંને જૂથોની નાણાકીય સલામતી અને વ્યવહાર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.જેમાં 59.6%વ્યક્તિઓએ જણાવ્યુંહતું કે,તેમને ઓનલાઈન પેમેન્ટ કરતા વધુ નાણાનો વ્યવહાર થવાનું ભય રહેછે.
ઓનલાઇન પેમેન્ટએ કેટલીક બાબતોમાં સુવિધાજનક અને સરળછે.પણ,મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટકરતા પહેલા ગંભીર રીતે વિચાર કરતા જોવા મળે છે.આ વિચારનું કારણ ઓનલાઇન છેતરપિંડી અને અસલામતી હોઈ શકે છે. આ સર્વેદરમિયાન 71.6% લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ ઓનલાઇન પેમેન્ટ કરતા પહેલા ગંભીર રીતે વિચાર કરે છે. પરંપરાગત રોકડ વ્યવહારસાથે માનવીઓ વધુ સહજ રીતે જોડાયેલા છે.ત્યારે સર્વેદરમિયાનએજાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે રોકડ રકમ હોવા છતાં પણ,શું લોકો ઓનલાઇન પેમેન્ટ કરવાનું પસંદ કરશે કે નહીં? ત્યારે મોટા ભાગના 51.8% લોકો એ નકાર માં ઉત્તર આપ્યો હતો. આમ,લોકો સામાન્ય રોકડ વ્યવહાર સાથે વધુ સાહજીક રીતે જોડાયેલા જોવામળેછે.
ઓનલાઇન પેમેન્ટ કરનારની સલામતી અંગે ખૂબજ હકારાત્મક વલણ જોવા મળ્યું હતું.મોટા ભાગના લોકો ઓનલાઈન પેમેન્ટની જે સલામતીની બાબતમાં લોકો હકાર માં જવાબ આપતા જોવા મળ્યા છે. આ સર્વે દરમિયાન 71.6% લોકોએ સ્વીકાર્યું છેકે, ઓનલાઈન પેમેન્ટ કરવું સલામત છે.68.1% લોકોએ નકારમાં જવાબ આપ્યો હતોકે, પોતાની જાણીતી કોઈ વ્યક્તિ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની નથી.પોતાની અંગત માહિતી કેબેંક સંબંધી માહિતીની ગુપ્તતા જાળવી રાખવી નાણાકીય સલામતી માટે ખૂબ જ જરૂરીછે.ત્યારે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતી વખતે બેંકની અંગત માહિતીઆપવી પડતી હોયછે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે,મોટાભાગના 91.5% લોકોઆ પ્રકારની અંગત માહિતી આપતાપહેલા ગંભીર રીતે વિચાર કરે છે.
આ સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે 62.4% લોકોને પાસવર્ડ ચોરી થવાનો ભય લાગે છે.ઓનલાઈન પેમેન્ટ સમયે ઘણી વખત ઇન્ટરનેટની સમસ્યા પણ થતી હોય છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 77.3% લોકોને ઇન્ટરનેટની સમસ્યા ઓનલાઇન પેમેન્ટ દરમિયાન થાય છે.ઓનલાઇન પેમેન્ટને કારણે ઘણી સુવિધાઓ મળી છે. ત્યારે એમાંની મુખ્ય સુવિધા સમય અને નાણાંની બચત છે. સર્વે દરમિયાન 91.1% લોકો એ હકારમાં જવાબ આપ્યો હતો.
આમ સર્વે દરમિયાન જાણવા મળ્યું હતુંકે ઓનલાઇન પેમેન્ટની સુવિધાનો સ્વીકાર લોકો કરેછે. અમુ કઅંશે સલામતી પણ અનુભવતા જોવા મળેછે.પરંતુ, વ્યવહાર પૂર્વે પાસવર્ડ કેબેન્કની માહિતી આપતા પહેલા ગંભીર વિચાર કરેછે.
