Gujarat

અંતે એનએસયુઆઈ દ્વારા ચક્કાજામની ચીમકીની અસર થઈ.  સાવરકુંડલા શહેરને અમરેલી જવા માટે વિદ્યાર્થીનીઓ સવારે ૫-૩૦ વાગ્યે નવી બસ શરૂ  

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા થી અમરેલી  અપડાઉન કરતી ૭૦ થી વધારે વિદ્યાર્થી બહેનોનો છેલ્લા ૬ મહિનાના પ્રશ્રનનું કાયમી નિરાકરણ લાવતા  એનએસયુઆઈના પ્રદેશ ઉપપ્રમુખ કેતનભાઈ ખુમાણ. કેતનભાઈ ખુમાણ દ્વારા જો નવી બસ શરૂ કરવામાં ના આવે તો “બસ્ટેન્ડમાં ચક્કા જામ” કરવાની આપી હતી ચિમકી. આખરે એનએસયુઆઈ અને વિધાર્થી સામે એસ.ટી. તંત્રને ઝૂકવું પડ્યું
   આજ સવારથી જ સાવરકુંડલા થી અમરેલી સવારે ૫-૩૦ કલાકે વિદ્યાર્થિનીઓ માટે સ્પેશ્યલ બસની ફાળવણી કરવામાં આવી
   વિદ્યાર્થીની બહેનોનો કાયમી પ્રશ્નનો ઉકેલ થતા વિદ્યાર્થિનીઓ તથા તેમના વાલી દ્વારા કેતનભાઇનો આભાર માનવામાં આવ્યો.

IMG-20230228-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *