*બાબા રામદેવપીર ની ટેકરી ખાતે મોટી સંખ્યામા લોકોએ રક્તદાન કર્યું*
યાત્રાધામ અંબાજી ખાતે 8 એપ્રિલે બંજારા દિવસ નિમિત્તે અંબાજીમાં આવેલી બાબા રામદેવપીર ની ટેકરી પર રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગે બંજારા સમાજના લોકો સાથે અન્ય સેવાભાવી લોકો જોડાયા હતા. રક્તદાન શિબિર માં લોકોએ પોતાનું રક્ત નો દાન કરી સેવાકીય કામગીરી કરી હતી. રક્તદાન એ મહાદાન છે અને તેના ઉદ્દેશ્ય ને લઈ મોટી સંખ્યામાં આજે બંજારા દિવસ નિમિત્તે લોકો આ શિબિરમાં પહોંચ્યા હતા અને રક્તનું દાન કરી માનવ કલ્યાણ માટે સહભાગી થયા હતા. રક્તદાન કરનારા લોકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. દેશમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ અને સેવા ભાવિ ટ્રસ્ટો અને લોકો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવતું હોય છે. મોટાભાગે કોઈપણ અકસ્માત કે બીમારીમાં લોકો ને રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે અમુક લોકો ને રક્ત ને લઈ હાલાકી ભોગવી પડતી હોય છે. તેને ધ્યાને રાખી દેશમાં કાર્યરત સેવાભાવી સંસ્થાનો અને લોકો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી જરૂરત મંદ લોકોને આસાની થી રક્ત મલી શકે અને તેમનું જીવન બચી શકે તે ઉદેશ થી લોકો રક્તદાન કરી પોતાનો ફરજ નિભાવતા હોય છે .આજે અંબાજી માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

