*પર્યાવરણ અને પ્રકૃતિ ને સાચવવા સહિત લોગો ને પર્યાવરણ પ્રતિ જાગૃત કરાયા*
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ અને દુનિયાને મિશન લાઈફનો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં પર્યાવરણ અને પ્રકૃતિ ને સાચવવા સહિત લોગો ને પર્યાવરણ પ્રતિ જાગૃતતા લાવવા માટે મિશન લાઈફ અંતર્ગત મિશન હાથ ધરાયું છે. વિશ્વ કલ્યાણ માટે મિશન લાઈફ ને લઈ પર્યાવરણ બચાવો , વૃક્ષ વાવો, પ્રદૂષણ રહિત અને પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા અનેકો મુદ્દાઓ ને લઈ ભારત ભર મા મિશન હાથ ધરાયુ છે. ત્યારે આજે અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા સાઇકલ યાત્રા નું આયોજન કરવા મા આવ્યું હતું.
યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મિશન લાઈફ અંતર્ગત સાઇકલ યાત્રા નું આયોજન કરવા મા આવ્યું હતું. જેમાં લોકો ને મિશન લાઈફ ને લઈ જાગરૂકતા રેલી નું આયોજન કરાયું હતું. લોકો મા પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો ,પ્રદૂષણ રહિત અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આજે મિશન લાઈફ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રામાં 40 થી વધુ સાયકલીસ્ટ જોડાયા હતા તો સાથે સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારી પણ આ રેલીમાં જોડાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફ નો સંદેશો લોકોને આપ્યો હતો.
મિશન લાઈફ લાઈફસ્ટાઇલ ફોર ઇનવોલમેન્ટ સાઇકલ રેલી દાંતા રોડ પર આવેલા સિંહદ્વાર થી શરૂ કરવામાં આવી હતી. તો આ સાઇકલ રેલી અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી. અને લોકોને મિશન લાઈફનો સંદેશો આપ્યો હતો. અંબાજીના તમામ માર્ગો પર પસાર થઈને આ સાયકલ યાત્રા અંબાજી મા આવેલી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ પર પહોંચી પરિપૂર્ણ થઈ હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*