બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ વરસાદી માહૌલ સર્જાયો હતો દાંતા તાલુકામાં આવેલા અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાત્રેથી વરસાદી માવઠાને લઈ ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાત્રે વરસાદ બાદ આજે દિવસે પણ અંબાજી પંથકમાં દિવસ દરમિયાન વરસાદ યથાવત જોવા મળ્યો હતો. અંબાજીમાં વરસાદની સાથોસાથ બરફના કરા પણ પડ્યાં હતા અને બજારોમાં પાણી ભરાતું જોવા મળ્યું હતું અંબાજી અને આજુબાજુમાં વસવાટ કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો કડકતી ઠંડી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદી માવઠાથી ખેડૂતો ચિંતિત થયા હતા તો તેમના ખેતીના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ હતી અનરાધાર વરસાદ કમોસમી વરસાદની આગાહી વચ્ચે અંબાજીમાં રાત્રેથી વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે આજે દિવસ બાદ એકાએક કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


