*બેઠકમા જિલ્લા ના તમામ હોદેદારો સાથે મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ હજાર રહ્યા*
ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પક્ષ અને પાર્ટી ને મજબૂત બનાવવા માટે તમામ નાની મોટી બેઠકો વિવિધ સ્થળે અને જાહેર જગ્યાઓ માં યોજાતી હોય છે. ત્યારે આ બેઠકો અને મીટીંગ મા પાર્ટીને કેવી રીતે મજબૂત બનાવી અને કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ને ઉચિત નિર્દેશો અને કાર્ય શ્રેણી વિશે માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા ની બેઠક આજે અંબાજી યોજવામાં આવી હતી. જગતજનની અંબાના ધામ અંબાજી માં આવેલી રોટરી ક્લબ ખાતે બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા ની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સરકાર સાથે મળી ને દેશ ના વિકાસ માટે સહભગીદાર થઈ આદિવાસી જનજાતિ મોરચો કાર્યરત છે. તો સાથે સાથે આદિવાસી જનજાતિ સુધી સરકાર ની તમામ સુવિધાઓ સાથે યોજનાઓ નો લાભ મળી શકે તેની આ બેઠક મા ચર્ચા કરવા મા આવી હતી.આજે યોજાયેલી બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જનજાતિ ના પ્રમુખ લાધુભાઈ પારધી હાજર રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


