*વહીવટી તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ મહાપ્રસાદ ચાલુ ન કરવામાં આવે તો તમામ ભક્તોએ અંબાજી મંદિરમાં દરરોજ 200 કિલો મોહનથાળ બનાવી આપવાનો નિઃશુલ્ક નિર્ણય કર્યો છે.*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આજે ધૂળેટીના પવિત્ર તહેવારે બ્રહ્મ સમાજ અને અંબાજી ગામજનો દ્વારા આજથી અંબાજીની અંદર દરરોજ નિઃશુલ્ક મોહનથાળ પ્રસાદ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. આજે થી દરરોજ અંબાજીમાં આવતા ભક્તજનો માટે ચોખ્ખા ધી નો મોહનથાળ સર્વ સમાજના દાતાઓના સહયોગથી પ્રસાદ વહેંચવાનો નક્કી કર્યો છે. જ્યાં સુધી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કલેકટર શ્રી માતાજીનો મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવામાં ન આવે તે વિરોધમાં યાત્રિકોની આસ્થા જોઈ મોહનથાળ નો પ્રસાદ નિશુલ્ક યાત્રિકોને અંબાજી મંદિર ખાતે માં અંબા ને ધરાયા પછી મોહનથાળ ની પ્રસાદી વિતરણ કરવામાં આવશે. અંબાજી ગામ જનો તથા યાત્રિકો દ્વારા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો અનોખો વિરોધ દર્શાવતા જોવા મળ્યા
ભક્તોએ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ આપવાનું નિર્ણય કર્યો. આજે છેલ્લા 6 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ મહાપ્રસાદને વહીવટી તંત્ર દ્વારા બંધ કરાતાં સમગ્ર યાત્રિકો અને હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે દેશભરના ભક્તોની લાગણીને જોઈ ભક્તોએ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં આપવાનું નિર્ણય કર્યો છે. દરરોજ મોહનથાળ બનાવાશે માતાજી તંત્ર અને કલેક્ટરને સદબુદ્ધિ આપે અને તેમને દ્વારા કરેલા તઘલખી કાનાશાહી નિર્ણય જે મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કર્યો છે એ પાછો ખેંચી હિન્દુ સમાજની લાગણીનું માન રાખે એવી ભક્તોની પ્રબળ માગ ઊઠી છે,
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

