Gujarat

અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરાયું જેમાં સ્વાસ્થ્ય શિબિરમાં ૭૩૦ લોકોએ સારવાર લીધી

*અંબાજી તથા વનવાસી વિસ્તારના ૨૫ બાળકોને સાયકલ વિતરણ કરાઈ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી તથા આસપાસ વનવાસી ક્ષેત્રમાં રહેનાર લોકો દ્વારા મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય શિબિર નો લાભ લીધો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા એ સ્વાસ્થ્ય શિબિર ની મુલાકાત લીધી જેમાં અંબાજી તથા આસપાસના વિસ્તારના તમામ વર્ગના લોકો માટે સ્વાસ્થ્યની તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી શ્રી શક્તિ સેવા કેન્દ્ર તથા રાજસ્થાન હોસ્પિટલ ના સંયોગથી અંબાજી ખાતે સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શિબિરમાં આવેલા દર્દીઓને તમામ જાતની દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અન્ય સેવાના કાર્ય મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જેમાં ભિક્ષા નહીં પણ શિક્ષા ભીખ નહિ પણ ભણવા જઈએ ના મોહીન હેઠળ ૧૫૦ બાળકોને ભણતર તરફ વળાવીને બાળકોનો સુંદર ભવિષ્ય બનાવવામાં આવી રહ્યું છે અને આસપાસના બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

PicsArt_04-16-08.10.34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *