જીતુ ઉપાધ્યાય – અંબાજી
સાબરકાંઠા જિલ્લામાં અંબાજી નજીક આબુ રોડ પર ટ્રીપલ અકસ્માતની ઘટના બની છે બનાવની વિગતો પ્રમાણે જાણવા મળે છે કે આ અકસ્માત અંબાજી નજીક આવેલ આબુરોડ ઉપર થયો હતો જેમાં એસ.ટી ટ્રક અને બોલેરો વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો ઘટના બનતા સ્થળ પર આજુબાજુના લોકો આવી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઈ હતી સૂત્રો દ્વારા જાણવા મળે છે કે ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બસ સાથે ટ્રક અથડાયો હતો અને ટ્રકની લાગેલી ટક્કરને લીધે બસની પાછળ આવતી બોલેરો ખાઈમાં ખાબકી ગઈ હતી સૂત્રો દ્વારા વધુ જાણવા મળે છે કે આ ટ્રિપલ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી જાેકે કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી જેની જાણ ૧૦૮ કરાતા તે પણ અકસ્માતના સ્થળે આવી પહોંચી હતી અને ૧૦૮ મારફતે ઇજાગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
