Gujarat

*અંબાજી ના એશિયન પેન્ટ ના ડિલરે ગ્રાહક ને એમ.આર.પી.અને ડેટ વગર નો માલ આપતા ગ્રાહકે અંબાજી પોલીસ સ્ટેશન મા છેતરપીંડી ની નોંધાવી ફરિયાદ*

કોઈપણ શહેર કે ગામડામાં અમુક વેપારીઓ દ્વારા ગ્રાહકોને ડુબલીકેટ માલ અને એમઆરપી કે પછી મેન્યુફેક્ચરિંગ ડેટ વગરનો માલ આપી દેતા હોય છે. જેના કારણે વેપારી અને ગ્રાહક વચ્ચે વાદવિવાદ પણ સર્જાતા હોય છે. એવો જ એક કિસ્સો યાત્રાધામ અંબાજીમાં બન્યો છે અંબાજી માં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સ માં આવેલા એશિયન પેન્ટ ના ડીલર દ્વારા ગ્રાહક ને એમઆરપી વગર અને મેન્યુફેક્ચરિંગ ડેટ વગરનો એશિયન પેન્ટ નો કલર નો ડબ્બો આપતા ગ્રાહક અને વ્યાપારી વચ્ચે વાદવિવાદ સર્જાયો હતો. ત્યારે ગ્રાહકે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો અંબાજી પોલીસ દ્વારા ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જે.પી સોલંકી ( ગ્રાહક ) જણાવ્યું હતું કે ચાર માસ અગાઉ ઘરકામ માટે અંબાજીમાં કૃષ્ણ કોમ્પ્લેક્સ માં એશિયન પેન્ટ ના ડીલર જોડે કલરના ડબ્બાઓ લીધા હતા. ત્યારે ત્રણ-ચાર ડબ્બાઓ તો સારા અને એમઆરપી અને મેન્યુફેક્ચરિંગ ડેટ વાળા કમ્પલેટ આવ્યા હતા. ત્યારબાદ છેલ્લે ચાર કિલોનો એક એશિયન પેન્ટ નો કલર નો ડબ્બો મંગાવતા વેપારી દ્વારા એશિયન પેન્ટ ના ડબ્બા પર કોઈપણ જાતની એમઆરપી કે પછી મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલું ડબ્બો ગ્રાહક ના ઘરે મોકલી દીધો હતો. ત્યારે ઘરના કામ માટે આવેલા કામદારે  કલરના ડબ્બાને વાપરી દેતા છેલ્લા ઘડીએ ગ્રાહક ને ખબર પડતા કે એના ઉપર કોઈપણ જાતની એમઆરપી કે પછી મેન્યુફેક્ચર ડેટ લખેલી નથી. ત્યારે ગ્રાહકે એશિયન પેન્ટ ના ડીલરને ફોન કરતા આ બાબતે જાણ કરતા એશિયન પેન્ટ ના ડીલર અને ગ્રાહક વચ્ચે વાદવિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ગ્રાહકે પોતાની હક માટે અંબાજી પોલીસ સ્ટેશનમાં એશિયન પેન્ટના ડીલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230609-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *