Gujarat

અંબાજી ના વિસ્તાર મા જળ સે નલ યોજના મા લાગેલા પાઇપલાઇન માંથી 3 દિવસ મી થઈ રહ્યો છે પાણી હજારો લીટર નો બગાડ

*તંત્ર ને જાણ કરવા છતાં કોઈપણ એકશન નહીં*
*ક્યાંક પાણી નો પોકાર તો ક્યાંક પાણી નો વેરફાડ*
ગર્મી ની સિઝન ચાલુ થતા દાંતા તાલુકા મા આવેલા અનેકો અતરાલિય વિસ્તારો મા પીવા ના પાણી નો પોકાર ઉઠી રહ્યો છે. દાંતા તાલુકા મા જળ સે નલ યોજના હજી ઘણી બધી જગ્યાએ નિષ્ફળ સાબિત થઈ રહી છે તો જ્યાં જળ સે નલ યોજના ની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં ગુણવત્તા સાથે કામગીરી ન થતા અમુખ જગ્યાએ રોડ રસ્તાઓ સાથે પાઇપલાઇન વ્યવસ્થિત રીતે ન થતા પાણી નો બગાડ પણ જોવા મળી રહ્યો છે.
શક્તિપીઠ અંબાજી મા જળ સે નલ યોજના ની લગભગ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે અંબાજી ના ઘણા બધા વિસ્તારો મા જળ સે નલ યોજના અંતર્ગત કરવા મા આવેલી કામગીરી ની ગુણવત્તા અને નિયમો ને સાઈડ મા મૂકી કામગીરી કરવા મા આવી છે. અંબાજી મા ઘણા બધા રહેણાંક વિસ્તારો મા જળ સે નલ યોજના ની કામગીરી દરમ્યાન રોડ રસ્તાઓ ને ફરી દુરુસ્ત કરવાની કામગીરી દેખાઈ નહીં.તો સાથે સાથે જળ સે નલ યોજના મા લાગેલી પાઇપલાઇન પણ અમુખ વિસ્તારો મા તૂટવા ના કારણે હજારો લીટર પાણી નો વેરફાડ પણ જોવા મળી રહ્યો છે.
અંબાજી ના 8 નમ્બર વિસ્તાર મા જળ સે નલ યોજના અંતર્ગત લાગેલી પાઇપલાઇન તૂટવા ના કારણે મોટા પ્રમાણ મા પાણી નો  બગાડ થતા જોવા મળી રહ્યો છે. અંબાજી ના 8 નમ્બર વિસ્તાર મા રેહતા વિનોદ ભાઈ ના ઘર આગળ લાગેલા જળ સે નલ યોજના અંતર્ગત પાઇપલાઇન તૂટવા ના કારણે 3 દિવસ થી પાણી નો બગાડ થઈ રહ્યો છે જેની જાણ વિનોદ ભાઈ દ્વારા તંત્ર ને કરવા છતાં 3 દિવસ થી હજુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવા મા ન આવતા હજારો લીટર પાણી નો બગાડ થઈ રહ્યો છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230513-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *