Gujarat

અંબાજી મંદિર પાસે ગંદકી મામલે હાઇકોર્ટની સરકારને ટકોર

અમદાવાદ
ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિરની આસપાસ ગંદકીના સામ્રાજય મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, મંદિરની નજીકમાં જ ગંદકી ફેલાયેલી છે જેના લીધે રોજે હજારો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પણ જાેખમાઇ શકે છે. ચારેબાજુ પ્લાસ્ટિકની બોટલો અને પડીકાઓના ઢગલા થયા છે. મંદિર જેવા પવિત્ર સ્થાને પર સ્વચ્છતા જળવાતી નથી. હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે, ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય મંદિરની આસપાસની ગંદકી દૂર કરવા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, બન્ને ધાર્મિક સ્થળો લાખો શ્રદ્ધાળુઓની સ્થાન છે. રોજેરોજ બહારથી પણ હજારો લોકો દર્શનાર્થે આવે છે. પરતું મંદિરની આસપાસમાં ગંદકીના એટલા બધા ઢગ છે કે દુર્ગંધથી દર્શનાર્થી ત્રસ્ત થાય છે. સ્થાનિક નગરપાલિકાને પણ અનેક વખત અરજીઓ કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી. કલેકટર ઓફિસમાં પણ અરજીઓ કરાઈ. હાઇકોર્ટે એવી સરકાર અને સ્થાનિક સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં બાંધકામની મંજુરી નહી હોવા છતા કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યા હોવાની પણ રજુઆત કરાઇ હતી. શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિર જઇને જાેઇ આવો સ્વચ્છતા મામલે કોઇ બાંધછોડ કરાશે નહી. કોર્ટે ચીફ સેક્રેટરી, જૂનાગઢ કલેકટર અને જૂનાગઢ કમિશનરને સોંગદનામું કરવા આદેશ કર્યો છે.

File-01-Photo-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *