મકસુદ કારીગર,કઠલાલ
મધ્ય ગુજરાતમાં ખેડા,નડિયાદ ,આણંદ, બરોડા જેવા તમામ જિલ્લાઓમાં પોતાની સેવાભાવી કાર્યો તરીકે જાણીતા પર્વતસિંહ મોતીસિંહ રાઠોડ (ઠાકોર) ની અખિલ ભારતીય ઓબીસી મહાસભામાં ગુજરાત પ્રદેશ મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી.
પર્વતસિંહભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.સમૂહ લગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ, ઓબીસી ,એસસી ,એસટી સમાજના પ્રશ્નો કે ગરીબ અને પછાત વર્ગને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અને મદદરૂપ પર્વતસિંહભાઈ રાઠોડ (ઠાકોર )ખેડા જિલ્લાના રહેવાસી છે.
જે બદલ અખિલ ભારતીય ઓબીસી મહાસભાના તમામ પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકરો તેમજ પ્રજાપતિ વિપુલભાઈ ચંદુભાઈ જાદવ પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા રાજકોટ,પ્રભાતભાઈ કોઠીવાળ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા,લાલુભાઈ રાવ( બારોટ )પ્રદેશ ઉપાધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા મધ્ય ગુજરાત,ઉર્મિલાબેન રાણા પ્રદેશ મહિલા અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.