ગુજરાત સરકારની સૈન્યમાં કારકિર્દી બનાવવા માટે લાવવામાં આવેલ અગ્નિપથ યોજનામાં જોડાવવા ઈચ્છતા યુવાનોને વિના મુલ્યે શારીરિક અને બૌધ્ધિક કસોટી માટે નિવાસી તાલીમ વર્ગ યોજાનાર છે. આ તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો માટે તા.૩૧/૦૫/૨૦૨૩ દરમિયાન જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતે આવીને અરજી કરવાની રહેશે. આ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટે વિના મૂલ્યે 30 દિવસની નિવાસી તાલીમ અપાશે.
આ ભરતી દર વર્ષે આવતી હોય છે. જેમાં અગ્નિવીરોને સૌ પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખિત પરીક્ષા અને ત્યારબાદ ફિઝિકલ ગ્રાઉન્ડની પરીક્ષા લેવાય છે. ત્યારબાદ મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ ફાઈનલ સિલેક્શન થાય છે. આથી છોટાઉદેપુર જિલ્લાના જોડાવવા માંગતા યુવાનોને વિના મુલ્યે શારીરિક અને બૌધ્ધિક કસોટીની તાલીમ પૂરી પાડવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર