વડોદરા
વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલની વિદ્યાર્થિને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી. વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ પાસે નજીક બની હતી. મૃતક યુવતી માલિની કિશોર સંધવી મેડિકલ કોલેજના પહેલા વર્ષ માં મ્.ૐ.સ્.જીનો અભ્યાસ કરતી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતી લેન્સી મહેતા મૂળ જામનગરની રહેવાસી હતી. તેમની ઉંમર અંદાજિ ૧૭ વર્ષીની હોવાનો અનુમાન લગાવાયો છે.જામનગરની લેન્સી મહેતા અનાથ આશ્રમમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જતા કોલેજની બહાર જઇ રહી હતી. આ સમયે કરજણ તરફથી આમોદ તરફાના માર્ગ પર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે ૫ ફૂટ સુધી ફંગોળાઇ હતી. કારની સ્પીડ એટલી તેજ હતી કે કારની ઠોકરની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ. કાર ચાલક ભરૂચ કલેક્ટર ઓફીસ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.અકસ્માત સર્જાતા કરજણ પોલીસ , અનેઇમરજન્સી ૧૦૮ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જાે કે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાથી તેમના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય ખાતે ઁસ્ અર્થે લઇ જવાયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.