Gujarat

અનુસુચિત જાતિના કલાકારો માટે લોકનૃત્‍ય તાલીમ શીબીરમાં ભાગ લેવા તા.૨૪ સુધી અરજી કરી શકશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવકસેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અનુસુચિત જાતિના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોકનૃત્‍યની તાલીમ શીબીર ચાલુ વર્ષે સીધી પ્રદેશકક્ષાએ યોજાનાર છે.

જે અંતર્ગત જૂનાગઢ જિલ્‍લાના ફકત અનુસુચિતજાતિના કલાકારો ભાગ લઇ શકશે. જેઓની વય મર્યાદા ૧૪ થી ૩૫ વર્ષની રહેશે. આ લોકનૃત્‍યની તાલીમ શીબીરમાં ભાગ લેવા ઇચ્‍છુક કલાકારોએ સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મનો પુરાવો, નિવાસનોપુરાવો, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષીપ્‍ત માહિતી તથા જરૂરી પ્રમાણપત્રો શ્રી જિલ્‍લા યુવા વિકાસ અધિકારી, જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી, બ્‍લોક નં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે તા.૨૪/૦૨/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.નિયત સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ ધ્‍યાને લેવામાં આવશે નહિ. તેમજ વહેલા તે પહેલાના ધોરણે અરજીઓની પસંદગી કરવામાં આવશે. જિલ્લાના પસંદ થયેલ કલાકારોએ પ્રદેશકક્ષાએ ભાવનગર મુકામે ભાગ લેવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *